Connect Gujarat
સ્પોર્ટ્સ

હાર્દિક પંડ્યાએ કેપ્ટનશિપમાં કરી અજાયબી, તે કર્યું જે ધોની-કોહલી ન કરી શક્યા!

રવિવારના રોજ રમાયેલી આયર્લેન્ડ સામેની પ્રથમ T20 મેચ વરસાદને કારણે ખોરવાઈ ગઈ હતી. આ મેચ ટીમ ઈન્ડિયા માટે ખાસ હતી.

હાર્દિક પંડ્યાએ કેપ્ટનશિપમાં કરી અજાયબી, તે કર્યું જે ધોની-કોહલી ન કરી શક્યા!
X

રવિવારના રોજ રમાયેલી આયર્લેન્ડ સામેની પ્રથમ T20 મેચ વરસાદને કારણે ખોરવાઈ ગઈ હતી. આ મેચ ટીમ ઈન્ડિયા માટે ખાસ હતી. કારણ કે હાર્દિક પંડ્યા પહેલીવાર ભારતીય ટીમની કમાન સંભાળી રહ્યો હતો. આ મેચમાં હાર્દિકે અજાયબીઓ કરી હતી.

પહેલા તેણે કેપ્ટન તરીકે ડેબ્યૂમાં ટોસ જીત્યો અને ત્યાર બાદ બોલિંગમાં શાનદાર રેકોર્ડ બનાવ્યો. હાર્દિક પંડ્યાએ તેની પહેલી જ ઓવરમાં પોલ સ્ટર્લિંગની વિકેટ લીધી હતી. તે T20 ક્રિકેટમાં કોઈપણ વિકેટ લેનાર પ્રથમ કેપ્ટન બની ગયો છે. હાર્દિક પંડ્યા ટી20 ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરનાર નવમો ખેલાડી છે. તેના પહેલા જેટલા પણ કેપ્ટનો ટીમની કમાન સંભાળી ચૂક્યા છે. તે સુકાની તરીકે T20 ક્રિકેટમાં એકપણ વિકેટ લઈ શક્યા નથી. આ મેચમાં હાર્દિક પંડ્યાએ 2 ઓવર ફેંકી હતી અને 26 રન આપીને એક વિકેટ લીધી હતી.

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ગુજરાત ટાઈટન્સની કમાન સંભાળનાર હાર્દિક પંડ્યાએ પોતાની કેપ્ટનશીપની શરૂઆત જ અજાયબીઓ કરી હતી. હાર્દિકના નેતૃત્વમાં ગુજરાત ટાઇટન્સે IPL 2022નો ખિતાબ જીત્યો હતો. તેને આનો પુરસ્કાર મળ્યો અને સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં આયર્લેન્ડ શ્રેણીની કમાન તેને સોંપવામાં આવી.

Next Story