Connect Gujarat
સ્પોર્ટ્સ

ભાવિના પટેલે રચ્યો ઈતિહાસ, ટોક્યો પેરાલિમ્પિક્સમાં સિલ્વ મેડલ જીત્યો

ભારત તરફથી ટેબલ ટેનિસમાં પેરાલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ ખેલાડી બની ગઈ છે. ભાવિના પાસે ગોલ્ડ જીતવાનો મોકો હતો

ભાવિના પટેલે રચ્યો ઈતિહાસ, ટોક્યો પેરાલિમ્પિક્સમાં સિલ્વ મેડલ જીત્યો
X

ગુજરાતની ભાવિના પટેલે ટોક્યો ઓલિમ્પિકમાં ચાલી રહેલી પેરાલિમ્પિક ગેમ્સમાં ઈતિહાસ રચ્યો છે. પોતાના પ્રથમ પેરાલિમ્પિકમાં ભાવિના પટેલ સિલ્વર મેડલ જીતવામાં સફળ રહી છે. તે ભારત તરફથી ટેબલ ટેનિસમાં પેરાલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ ખેલાડી બની ગઈ છે. ભાવિના પાસે ગોલ્ડ જીતવાનો મોકો હતો પરંતુ ફાઈનલમાં ચીનની યિંગે તેને હાર આપી હતી.

19 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં ભાવિના પટેલ વર્લ્ડ નંબર વન યિંગને ટક્કર આપી શકી નહોતી. પિંગે પ્રથમ ગેમથી જ ભાવિના પર દબાણ બનાવ્યું હતું. યિંગે પ્રથમ ગેમ 11-7થી પોતાના નામે કરી હતી. બીજી ગેમમાં તેનું પ્રદર્શન વધારે શાનદાર રહ્યું અને 11-5થી જીતી હતી. ત્રીજી ગેમમાં ભાવિનાએ વાપસીની કોશિશ કરી પરંતુ સફળ રહી નહોતી. તેણે ત્રીજી ગેમ 11-6થી જીતીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.

ભાવિનાએ સિલ્વર મેડલ જીત્યા બાદ તેના વતન મહેસાણામાં જશ્ન મનાવાયો હતો. ભાવિનાના પિતા હસમુખભાઈ પટેલે તેણે અમારું ગૌરવ વઘાર્યું છે. જ્યારે તે પરત ફરશે ત્યારે શાનદાર સ્વાગત કરીશું. આ ઉપરાંત તેના પડોશીએ મીઠાઈ વહેંચી હતી અને આતશબાજી પણ કરી હતી.

ગઈકાલે પ્રધાનમંત્રી મોદીએ ટોક્યો પેરાલિમ્પિક્સ ફાઇનલમાં પહોંચેલી ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલને અભિનંદન આપ્યા હતા. મોદીએ ટ્વિટ કરીને લખ્યું, ખૂબ ખૂબ અભિનંદન. તમે શાનદાર પ્રદર્શન કર્યું છે. સમગ્ર દેશને તમારી સફળતા પર ગર્વ છે અને કાલના મુકાબલામાં પણ તમારી સાથે ઉભા રહેશે. તમે કોઈ પણ જાતના દબાણ વગર શ્રેષ્ઠ પ્રદર્શન કરજો. તમારી ખેલ ભાવના દરેકનો પ્રેરિત કરે છે.

Next Story