Connect Gujarat
સ્પોર્ટ્સ

ICCનો કાર્યક્રમ જાહેર' : ભારતમાં 8 વર્ષમાં 2 વર્લ્ડ કપ, 25 વર્ષ બાદ પાકિસ્તાન બન્યું યજમાન

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે વર્ષ 2026થી 2031 સુધી થનારી મેગા ઈવેન્ટ્સની જાહેરાત કરી છે. ભારતને 3 મોટી ટૂર્નામેન્ટની યજમાની મળી છે.

ICCનો કાર્યક્રમ જાહેર : ભારતમાં 8 વર્ષમાં 2 વર્લ્ડ કપ, 25 વર્ષ બાદ પાકિસ્તાન બન્યું યજમાન
X

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે વર્ષ 2026થી 2031 સુધી થનારી મેગા ઈવેન્ટ્સની જાહેરાત કરી છે. ભારતને 3 મોટી ટૂર્નામેન્ટની યજમાની મળી છે. ભારત 2026માં શ્રીલંકા સાથે ટી-20 વર્લ્ડ કપ અને 2031માં બાંગ્લાદેશ સાથે વન-ડે વર્લ્ડ કપને હોસ્ટ કરશે. તે દરમિયાન 2029માં થનારી ચેમ્પિયન ટ્રોફી ભારતમાં રમાશે. આ સાથે જ પાકિસ્તાનને પણ 3 દાયકા પછી એક મોટી ટૂર્નામેન્ટની યજમાની મળી છે. તે 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી હોસ્ટ કરશે, જ્યારે 2024 ટી-20 વર્લ્ડ કપ USA અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે...

ક્રિકેટની સૌથી મોટી સંસ્થા ICCએ વર્ષ 2031 સુધીની મેજર ટુર્નામેન્ટનો કાર્યક્રમ જાહેર કર્યો છે. 2024થી 2031 સુધી આઈસીસીની 8 મેજર ટૂર્નામેન્ટ યોજાશે, જેની યજમાની 14 દેશો કરશે. આ દરમિયાન ચેમ્પિયન્સ ટ્રોફીની સત્તાવાર વાપસી થઈ છે. આગામી 10 વર્ષમાં ભારત 3 મેજર ટૂર્નામેન્ટની યજમાની કરશે. 2026માં ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે ટી-20 વર્લ્ડ કપની યજમાની કરશે. 2029માં ભારતમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમાશે. પછી 2031માં ભારત-બાંગ્લાદેશની સંયુક્ત યજમાનીમાં વન-ડે વર્લ્ડ કપ રમાશે. ટી-20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં યોજાવાનું પહેલાથી જ નક્કી છે. જે પછી 2024માં યોજાનાર ટી-20 વર્લ્ડ કપની યજમાની અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ સંયુક્ત રીતે કરશે. વિન્ડીઝમાં 2010માં ટી-20 વર્લ્ડ કપ યોજાઈ ચૂક્યા છે, જ્યારે અમેરિકા પ્રથમવાર આઈસીસીની મેજર ઈવેન્ટની યજમાની કરશે. જે આઈસીસી દ્વારા ક્રિકેટને ઓલિમ્પિકમાં સામેલ કરાવવાના પ્રયાસના ભાગરૂપે જોવામાં આવી રહ્યું છે.

Next Story