Connect Gujarat
સ્પોર્ટ્સ

ટીમ ઇન્ડિયાના મેન્ટર તરીકે "માહી" એક્શનમાં, દરેક ખેલાડીઓ સાથે કરી વાતચીત

મહેન્દ્ર સિંહ ધોની કોહલી અને યુવા ક્રિકેટરો સાથે વાતચીત કરતો દેખાયો. કેપ્ટન વિરાટ કોહલી અને મેન્ટર ધોનીની એક તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહી છે

ટીમ ઇન્ડિયાના મેન્ટર તરીકે માહી એક્શનમાં, દરેક ખેલાડીઓ સાથે કરી વાતચીત
X

ICC T-20 વર્લ્ડકપની શરુઆત થઈ ગઈ છે.સોમવારે દુબઈમાં ICC એકેડમી ગ્રાઉન્ડ પર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રેક્ટિસ મેચ રમાઈ, જેમાં એક ઓવર બાકી રહેતાં અને ત્રણ વિકેટ ખોઈને ભારતે 189 રનનો ટાર્ગેટ સરળતાથી ચેઝ કરી લીધો. આ પ્રેક્ટિસ મેચ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોની ટીમ ઈન્ડિયાના મેન્ટરના રોલમાં નજરે આવ્યો અને મેચ દરમિયાન સતત કેપ્ટન વિરાટ કોહલી અને યુવા ક્રિકેટરો સાથે વાતચીત કરતો દેખાયો. કેપ્ટન વિરાટ કોહલી અને મેન્ટર ધોનીની એક તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહી છે.BCCIએ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર આ તસવીર શેર કરી હતી

અને થોડા જ સમયમાં એ તસવીર સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગ બની ગઈ. એ તસવીરમાં જોઈ શકાય છે કે વિરાટ પ્રેમથી ધોનીના હાથને અડી રહ્યો છે. ધોનીના મેન્ટર તરીકે ટીમમાં જોડાવાથી તેનો લાભ સૌથી વધુ યુવા ક્રિકેટરોને થવાનો છે. ધોની પાસે ક્રિકેટનો વધુ અનુભવ છે અને તેણે ICCની ઘણી ટ્રોફી ભારતને જીતીને આપી છે, જેમાં 2011નો વર્લ્ડકપ, 2007 T-20 વર્લ્ડકપ, 2013 ICC ચેમ્પિયન ટ્રોફીનો સમાવેશ થાય છે. વર્લ્ડકપ ધોની પોતાના મેન્ટરનો રોલ પહેલી જ મેચમાં નિભાવતો જોવા મળ્યો. ધોનીએ ઈશાન કિશનને વિકેટકીંપિંગની પ્રેકટિસ કરાવી, કેપ્ટન વિરાટ કોહલી સાથે પણ ઘણી વાતો કરી અને હાર્દિક પંડ્યા સાથે પણ અલગથી વાત કરતો નજરે આવ્યો હતો.

Next Story