Connect Gujarat

IND vs ENG 3rd Test: ઈશાંતના સ્થાને શાર્દુલ, પૂજારાને રીપ્લેસ કરશે સૂર્યકુમાર યાદવ, જાણો શું હશે ભારતની પ્લેઈંગ XI

IND vs ENG 3rd Test: ઈશાંતના સ્થાને શાર્દુલ, પૂજારાને રીપ્લેસ કરશે સૂર્યકુમાર યાદવ, જાણો શું હશે ભારતની પ્લેઈંગ XI
X

લીડ્સના હેડિંગ્લેમાં 25 ઓગસ્ટે શરૂ થનારી ત્રીજી ટેસ્ટમાં વિરાટ કોહલીને ટીમની પસંદગી કરવામાં તકલીફ પડી શકે છે. ઉપ કપ્તાન અજીક્ય રહાણેએ સોમવારે એ વાતની પૃષ્ટી કરી કે શાર્દુલ ઠાકુર હવે સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયો છે. એવમાં પ્લેઈંગ ઈલેવન નક્કી કરવામાં વિરાટ કોહલીને તકલીફ પડી શકે છે.

બીજી ટેસ્ટ બાદ ટીમને આઠ દિવસનો રેસ્ટ મળ્યો છે . જેમાં શાર્દુલ ઠાકુલ સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયો છે, જ્યારે બીજી બાજુ ફાસ્ટ બોલર પાસે લોર્ડ્સ ટેસ્ટથી લાગેલા થાક ઉતારવા માટે પણ પૂરતો સમય હતો. અજિંક્ય રહાણેએ પત્રકાર પરિષદમાં કહ્યું, "શાર્દુલ ઠાકુર ફિટ છે અને ત્રીજી ટેસ્ટ માં પસંદગી માટે ઉપલબ્ધ છે. હવે જોવાનું રહેશે કે આપણે કયા સંયોજન સાથે જઈ રહ્યા છીએ. તમામ ઝડપી બોલરો રમવા માટે તૈયાર છે અને બીજી ટેસ્ટમાં મદદ કર્યા બાદ, તેઓ વિરામ બાદ રમવા માંગે છે.

જો કે, રહાણેનો જવાબ તેને વધુ પ્રશ્નો સાથે છોડી દે છે. શાર્દુલ ઠાકુરની ગેરહાજરીમાં ઇશાંત શર્માએ પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવ્યું હતું. તેણે મેચમાં 16.40 ની પ્રભાવશાળી સરેરાશથી 5 વિકેટ લઈને સારો સ્પેલ કર્યો હતો. અન્ય ત્રણ ફાસ્ટ બોલરો - જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમી - ઇંગ્લેન્ડને બીજી ઇનિંગમાં 120 રનમાં ઓલ આઉટ કરીને લોર્ડ્સ ટેસ્ટ 151 રનથી જીતી લીધી હતી. આ જોતાં શાર્દુલ ઠાકુરને તેની તક માટે રાહ જોવી પડી શકે છે. અન્ય એક પરિબળ જે શાર્દુલ ઠાકુરની પસંદગીની વિરુદ્ધ છે તે લીડ્ઝની પરિસ્થિતિઓ છે.

યુકે મેટ ઓફિસના જણાવ્યા અનુસાર, 10 ટકાથી ઓછા વરસાદની સંભાવના સાથે હવામાન સ્પષ્ટ રહેશે. આનો અર્થ એ છે કે પીચ સૂકી રહેવાની ધારણા છે. માઈકલ હોલ્ડિંગે પીચ વિશે કહ્યું હતું કે જો પીચ સપાટ હોય તો ત્રણ પેસરો અને બે સ્પિનરોનું કોમ્બિનેશન વધુ વાસ્તવિક લાગે છે. પરંતુ અજિંક્ય રહાણે સંજોગોથી બહુ ચિંતિત નથી. રહાણેએ કહ્યું, "અમે હવે પ્લેઇંગ ઇલેવન નક્કી કરીશું. અમે હેડિંગ્લેની પરિસ્થિતિઓ અને પિચ વિશે વધારે વિચારતા નથી. કેએલ રાહુલ, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, રિષભ પંત, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ.

Next Story
Share it