Connect Gujarat
સ્પોર્ટ્સ

Ind vs Eng: ઈંગ્લેન્ડનો એક ઈનિંગ અને 76 રનથી વિજય, સીરીઝ 1-1 થી બરાબર

Ind vs Eng: ઈંગ્લેન્ડનો એક ઈનિંગ અને 76 રનથી વિજય, સીરીઝ 1-1 થી બરાબર
X

ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝની ત્રીજી મેચ ઇંગ્લિશ ટીમે ઈનિંગ અને 76 રનથી જીતી લીધી છે. લીડ્સના હેડિંગ્લે ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચના ચોથા દિવસે ઈન્ડિયન ટીમ 278 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈન્ડિયન ટીમે ચોથા દિવસે 2 વિકેટના નુકસાને 215 રનના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. તેવામાં 63 રન કરતા-કરતા ઈન્ડિયન ટીમે 8 મહત્ત્વપૂર્ણ વિકેટની સાથે મેચ પણ ગુમાવી દીધી હતી.

ચોથા દિવસે ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રિષભ પંત, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, રવીન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજ પહેલા સેશનમાં જ પેવેલિયન ભેગા થઈ ગયા હતા. મહત્વનું છે કે, હેન્ડિગ્લેના મેદાન પર ટીમ ઇન્ડિયા છેલ્લા 51 વર્ષમાં હારી ન હતી. ભારતને છેલ્લી વખત 1967માં આ મેદાન પર હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઇન્ડિયાએ છેલ્લી ટેસ્ટ 2002માં હેડિંગ્લે ખાતે રમી હતી. અને સૌરવ ગાંગુલીના નેતૃત્વમાં ભારતે એક ઇનિંગ્સ અને 46 રનથી પરાજય આપ્યો હતો. 2002 પહેલા, 1986 માં પણ ભારતે આ મેદાન પર રમાયેલી ટેસ્ટ મેચ જીતી હતી. જ્યારે 1979 માં રમાયેલી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી.

Next Story