Connect Gujarat
સ્પોર્ટ્સ

IND VS ENG: આજે ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ, કેપ્ટન કોહલી અને રોહિત શર્મા બનાવી શકે છે રેકોર્ડ

IND VS ENG: આજે ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ, કેપ્ટન કોહલી અને રોહિત શર્મા બનાવી શકે છે રેકોર્ડ
X

ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની ચોથી ટેસ્ટ મેચ 2 સપ્ટેમ્બરથી 'ધ ઓવલ'માં રમાશે. અત્યારે આ સિરીઝ 1-1ની બરાબરી પર છે. તેવામાં આ મેચમાં બંને ટીમ જીત મેળવીને સિરીઝમાં 2-1ની લીડ મેળવવા માટે પોતાની બેસ્ટ ટીમ મેદાનમાં ઉતારી શકે છે.

ઉલ્લેખનીય છે કે ધ ઓવલમાં સ્પિન બોલર્સને સહાયતા મળતી હોવાથી ઈન્ડિયન ટીમની પ્લેઇંગ-11માં અશ્વિનને પણ તક મળી શકે છે. એટલું જ નહીં ચોથી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી, રોહિત શર્માથી લઈને જસપ્રીત બુમરાહ પાસે 'વિરાટ રેકોર્ડ' સ્થાપિત કરવાની તક રહેશે. વિરાટ કોહલી એક રન બનાવતાની સાથે જ પોતાની ઈન્ટરનેશનલ કરિયરમાં 23 હજાર રન પૂરા કરી લેશે. આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તે ત્રીજો ઈન્ડિયન બેટ્સમેન હશે. તેની પહેલા સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ આ પડાવ પાર કરી ચૂક્યા છે.

સચિને કુલ 34, 357 રન તથા રાહુલ દ્રવિડે કુલ 24,064 રન કર્યા હતા. ઈન્ડિયન ટીમના હિટ મેન રોહિત શર્મા પણ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 15 હજાર રન પૂરા કરવાથી માત્ર 22 રન જ દૂર છે. અત્યારે રોહિત શર્માએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 14,978 રન કર્યા છે. ઈન્ડિયન ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પાસે પોતાની ટેસ્ટ કારકિર્દી દરમિયાન વિકેટ્સની સદી નોંધાવવાની તક રહેલી છે. તેણે અત્યારસુધી ટેસ્ટમાં કુલ 97 વિકેટ્સ લીધી છે. જો તે ચોથી મેચમાં 3 વિકેટ લેશે તો પોતાની કારકિર્દીની અનોખી વિકેટ્સની સદી નોંધવશે.

ઈન્ડિયન ટીમની સંભવિત પ્લેઇંગ-11 : રોહિત શર્મા, કે.એલ.રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, આર.અશ્વિન, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ.

Next Story