Connect Gujarat
સ્પોર્ટ્સ

IND VS ENG: અંતિમ ટેસ્ટ રદ્દ, વાંચો હવે સીરિઝના વિજેતા કઈ ટિમને જાહેર કરાશે

IND VS ENG: અંતિમ ટેસ્ટ રદ્દ, વાંચો હવે સીરિઝના વિજેતા કઈ ટિમને જાહેર કરાશે
X

માન્ચેસ્ટરથી ક્રિકેટપ્રેમીઓ માટે ખરાબ સમાચાર આવ્યા છે. ઇંગ્લેન્ડ અને ઈન્ડિયા વચ્ચે 5 ટેસ્ટની અંતિમ મેચ કોરોનાને કારણે રદ કરવામાં આવી છે. ઈન્ડિયન ટીમના ફિઝિયો યોગેશ પરમાર કોરોના પોઝિટિવ આવ્યા પછી ટીમ ઈન્ડિયાના કેટલાક પ્લેયર્સે રમવાની સ્પષ્ટપણે ના પાડી દીધી હતી. જેથી આ મેચને રદ કરવાનો નિર્ણય લેવાયો છે.BBCના જણાવ્યા મુજબ, ઈન્ડિયન ટીમના ફિઝિયો યોગેશ પરમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં નિર્ણય લેવાયો છે.

આ દરમિયાન કોમેન્ટેટર દિનેશ કાર્તિકે ટ્વીટ કરીને પહેલા દિવસે મેચ નહીં રમાય એ અંગે જાણકારી આપી હતી. ઓવલ ટેસ્ટ 157 રનથી જીતીને ઈન્ડિયન ટીમે પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે.ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે કહ્યું કે જો ઈન્ડિયન ટીમ મેચ રમવાની ના પાડી રહી છે તો આને વોકઓવર માનીને ઇંગ્લેન્ડની ટીમને આ મેચની વિજેતા જાહેર કરી દેવી જોઇએ. જોકે BCCIએ આ અંગે સ્પષ્ટપણે ના પાડી દીધી છે. ઇંગ્લેન્ડ ટૂર પર વિરાટસેનાએ અત્યારસુધી ઘણું સારું પ્રદર્શન કર્યું છે.

ઈન્ડિયાએ લોર્ડ્સ પછી ઓવલમાં સારું પ્રદર્શન દાખવીને સિરીઝમાં લીડ તો મેળવી લીધી છે, પરંતુ જો આંકડાઓની વાત કરીએ તો તેનું માન્ચેસ્ટરમાં પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. ઈન્ડિયન ટીમે આ મેદાનમાં પહેલી ટેસ્ટ 1936માં રમી હતી અને અત્યારસુધી અહીં રમાયેલી એકપણ મેચ તે જીતી શકી નથી. એટલું જ નહીં, ઈન્ડિયન ટીમને 9માંથી 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે 5 મેચ ડ્રો રહી હતી.વળી, ઇંગ્લેન્ડે માન્ચેસ્ટરમાં રમાયેલી 81 મેચમાંથી 31માં જીત મેળવી છે, જ્યારે 15માં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે તથા 35 મેચ ડ્રો રહી હતી. માન્ચેસ્ટર ટેસ્ટ જો ડ્રો રહી અથવા ઈન્ડિયન ટીમ જીતવામાં સફળ રહી તો 2007 પછી ઇંગ્લેન્ડમાં સિરીઝ જીતીને ઇંગ્લેન્ડમાં પણ 'ન્યૂ ઈન્ડિયા'નો ડંકો વગાડશે.

Next Story