Connect Gujarat
સ્પોર્ટ્સ

IND vs NZ ટેસ્ટઃ મુંબઈ ટેસ્ટના પહેલા દિવસે વરસાદ લાવી શકે છે વિઘ્ન..!

IND vs NZ ટેસ્ટઃ મુંબઈ ટેસ્ટના પહેલા દિવસે વરસાદ લાવી શકે છે વિઘ્ન..!
X

ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચની સીરીઝની છેલ્લી મેચ 3 ડિસેમ્બરથી મુંબઈમાં રમાશે. આ મેચ પર સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મેચના પહેલા જ દિવસે વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં પ્રથમ દિવસની રમત રમવી મુશ્કેલ લાગે છે.

બુધવારે પણ આખો દિવસ વરસાદ પડ્યો હતો, જેના કારણે બંને ટીમ પ્રેક્ટિસ પણ કરી શકી નહોતી. ગુરુવારે પણ આઉટફિલ્ડ ભીનું રહેશે અને વરસાદની સંભાવના છે. વાનખેડે સ્ટેડિયમમાં ઇન્ડોર પ્રેક્ટિસની સુવિધા નથી. આવી સ્થિતિમાં બંને ટીમ બાંદ્રા કુર્લામાં પ્રેક્ટિસ કરશે.

વાનખેડે સ્ટેડિયમની પીચ પર બિલકુલ ઘાસ નથી જેનાથી ફાસ્ટ બોલરો અને સ્પિનરોને મદદ કરી શકે. વરસાદ પડશે તો પણ બોલરોને જ મદદ મળશે. હાલમાં અવિરત વરસાદને કારણે પિચને ઢાંકી દેવામાં આવી છે. આના કારણે સપાટીની નીચે ઘણો ભેજ હશે. ફાસ્ટ બોલરો અને સ્પિનરો મદદ મળવાની શક્યતા વધુ રહશે.

પીચને જોતા ભારતીય ટીમ ત્રણ ઝડપી બોલરો સાથે મેદાનમાં ઉતરી શકે છે. ઈશાંત શર્મા અને ઉમેશ યાદવની સાથે મોહમ્મદ સિરાજને પણ પ્લેઈંગ-11માં તક આપવામાં આવી શકે છે. જો આમ થશે તો સ્પિનર અક્ષર પટેલને બહાર બેસાડવામાં આવી શકે છે. સાથે જ સ્પિન વિભાગની જવાબદારી રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાના હાથમાં રહેશે.

પ્રથમ ટેસ્ટમાં આરામ આપવામાં આવેલ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આ બીજી મેચમાં વાપસી કરશે. આવી સ્થિતિમાં મયંક અગ્રવાલ બહાર જઈ શકે છે કારણ કે મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને બોલિંગ કોચ પારસ મ્હામ્બરે સહિતના સપોર્ટ સ્ટાફે ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા અજિંક્ય રહાણેને ટેકો આપ્યો છે. તે જ સમયે વિકેટકીપર રિદ્ધિમાન સાહા ગરદન અકડાઈ જવાને કારણે બહાર થઈ શકે છે. તેના સ્થાને શ્રીકર ભરતને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. તે શુભમન ગિલ સાથે ઓપનિંગ કરી શકે છે.

Next Story