Connect Gujarat
સ્પોર્ટ્સ

IND vs PAK : પહેલી મેચમાં પાકિસ્તાન સામે ભારતનું ખરાબ પ્રદર્શન; પાકિસ્તાને 10 વિકેટથી આપી હાર

ક્રિકેટની રોમાંચંક મેચ ગણાતી આ મેચ ICC ઈવેન્ટની શાન છે.

IND vs PAK : પહેલી મેચમાં પાકિસ્તાન સામે ભારતનું ખરાબ પ્રદર્શન; પાકિસ્તાને 10 વિકેટથી આપી હાર
X

ક્રિકેટની રોમાંચંક મેચ ગણાતી આ મેચ ICC ઈવેન્ટની શાન છે.તેવામાં ફરી એકવાર T-20 ફોર્મેટમાં 2045 દિવસો પછી એટલે કે 5 વર્ષ 7 મહિના અને 5 દિવસ પછી ભારત અને પાકિસ્તાન બંને ટીમ એકબીજાની સામ-સામે આવી છે.

આજે રવિવારે ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે ICC T-20 વર્લ્ડ કપમાં છઠ્ઠીવાર ટક્કર દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જેમાં PAK ટીમના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરવાનો નિર્ણય લીધો હતો. તેવામાં પહેલા બેટિંગ કરતા વિરાટ સેનાએ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 151 રન કર્યા હતા. જ્યારે પાકિસ્તાને વિના વિકેટ ગુમાવીને પાકિસ્તાને મેચ જીતી લીધી હતી.

ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરવા આવેલી ઈન્ડિયન ટીમની શરૂઆત સારી રહી ન હોતી. ટીમે પહેલી ઓવરના ચોથા બોલ પર જ રોહિત શર્મા LBW થઈ ગયો હતો. પાકિસ્તાની બોલર શાહિન આફ્રિદીએ મિડલ ઓફની લાઈન પર ફુલર બોલ નાંખ્યો હતો, જે રોહિતના પેડ પર વાગતા રોહિત શર્મા આઉટ થયો હતો. રોહિત આઉટ થયા પછી કે.એલ.રાહુલ પણ સિંગલ ડિજિટ સ્કોર નોંધાવી પેવેલિયન ભેગો થયો હતો. ઈનિંગની ત્રીજી ઓવરના પહેલા બોલ પર શાહિન આફ્રિદીએ કે.એલ.રાહુલને ક્લિન બોલ્ડ કર્યો હતો.

પહેલા બેટિંગ લઈને ટીમ ઈન્ડિયાએ શરૂઆતમાં જ ધબડકો વાળ્યો હતો. શરુઆતમાં જ ટપોટપ ત્રણ વિકેટો પડી ગઈ હતી. જોકે, સાત વિકેટના નુકસાન સાથે ટીમ ઈન્ડિયાએ 151 રન ફટકાર્યા હતા. પહેલા પાવરપ્લેમાં 3 વિકેટ ગુમાવ્યા પછી ટીમ ઈન્ડિયાએ છેલ્લી 5 ઓવરમાં 51 રન કરી સ્કોર 150+ને પાર પહોંચાડ્યો હતો. વિરાટ કોહલીએ ડેથ ઓવર્સમાં સારી બેટિંગ કરી હતી. તેણે 49 બોલમાં 57 રન કરી મેચની ઈનિંગ સંભાળી રાખી હતી. તેવામાં ઈનિંગની 19મી ઓવરના ચોથા બોલ પર શાહીન આફ્રિદીના સ્લોઅર બોલને મારવા જતા આઉટ થયો હતો.

પાકિસ્તાને ભારતને હાઈ વોલ્ટેજ મુકાબલામાં 10 વિકેટથી હાર આપી છે. મોહમ્મદ શમીની ઓવરના પહેલા જ બોલ પર મોહમ્મદ રિઝવાને સિક્સર ફટકારીને પાકિસ્તાનને જીતની નજીક પહોંચાડ્યું હતું. ઓવરના બીજા અને ત્રીજા બોલ પર રિઝવાને સતત બે ચોગ્ગા ફટકાર્યા હતા. બાબર આઝમે આ ઓવરના છેલ્લા બોલ પર 2 રન લઈને પાકિસ્તાનને જીત અપાવી હતી. ભારત આ મેચ 10 વિકેટે હારી ગયું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે પાકિસ્તાનને 152 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને પાકિસ્તાની ટીમે 18 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના હાંસલ કરી લીધો હતો. મોહમ્મદ રિઝવાને અણનમ 79 અને બાબર આઝમે અણનમ 68 રન બનાવ્યા હતા.

Next Story