Connect Gujarat
સ્પોર્ટ્સ

Ind Vs Sa: દીકરીનો જન્મદિવસ,99મી મેચ.. શું કિંગ કોહલી આજે અજાયબી કરશે?

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મંગળવારથી શ્રેણીની ત્રીજી અને છેલ્લી ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે.

Ind Vs Sa: દીકરીનો જન્મદિવસ,99મી મેચ.. શું કિંગ કોહલી આજે અજાયબી કરશે?
X

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મંગળવારથી શ્રેણીની ત્રીજી અને છેલ્લી ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે. અત્યારે સિરીઝ 1-1 થી બરાબર છે તેથી બધાની નજર આ સિરીઝની નિર્ણાયક મેચ પર છે. કેપ્ટન વિરાટ કોહલી માટે આ મેચ ખાસ રહેવાની છે કારણ કે તે હવે બીજી મેચમાં બહાર બેસીને ટીમમાં પરત ફરી રહ્યો છે. આ સાથે 11 જાન્યુઆરીએ વિરાટ કોહલીની પુત્રી વામિકાનો પણ જન્મદિવસ છે આવી સ્થિતિમાં ચાહકોને આશા છે કે કિંગ કોહલી આ દિવસે મોટો ધમાકો કરશે. છેલ્લા બે વર્ષથી સદી માટે તલપાપડ રહેલા વિરાટ કોહલીને મોટી ઇનિંગ્સની જરૂર છે તેથી દરેકને આશા છે કે દક્ષિણ આફ્રિકાની આ ટેસ્ટ શ્રેણીના અંત પહેલા આ રાહનો અંત આવશે. વિરાટ કોહલીના ટેસ્ટ કરિયર માટે પણ આ મેચ ખૂબ જ ખાસ છે કારણ કે આ 99મી ટેસ્ટ મેચ છે. જો વિરાટ કોહલી બીજી મેચ પણ રમ્યો હોત તો તે તેની કારકિર્દીની 100મી ટેસ્ટ મેચ હોત. જો કે હવે વિરાટ કોહલી માટે આ તક આગામી સિરીઝમાં જ બનશે.

Next Story