Connect Gujarat
સ્પોર્ટ્સ

IND vs SA T20 : આવતીકાલે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચોથી ટી-20 મેચ રમાશે

આવતીકાલે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચોથી ટી-20 મેચ રમાશે. ટીમ ઇન્ડિયાએ ત્રીજી મેચ જીતીને સીરિઝમાં વાપસી કરી છે

IND vs SA T20 : આવતીકાલે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચોથી ટી-20 મેચ રમાશે
X

આવતીકાલે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચોથી ટી-20 મેચ રમાશે. ટીમ ઇન્ડિયાએ ત્રીજી મેચ જીતીને સીરિઝમાં વાપસી કરી છે. સીરિઝને જીવંત રાખવા માટે આવતીકાલની મેચ ટીમ ઇન્ડિયાએ જીતવી જરૂરી છે. પાંચ મેચની સીરિઝમાં ટીમ ઇન્ડિયા 1-2થી પાછળ છે.

રાજકોટમાં ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન સારુ રહ્યું છે. ટીમ ઈન્ડિયાએ અહીં અત્યાર સુધી ત્રણ ટી20 મેચ રમી છે, જેમાં તેણે બેમાં જીત મેળવી છે.

ટીમ ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં 18 T20 મેચ રમાઇ છે જેમાં ટીમ ઇન્ડિયાએ 10 અને સાઉથ આફ્રિકાએ આઠ મેચ જીતી છે. ટીમ ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે છેલ્લી અને પાંચમી T20 મેચ 19 જૂને એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગ્લોરમાં રમાશે. આ મેચ સાંજે 7 વાગ્યાથી શરૂ થશે.

Next Story