Connect Gujarat

IND VS SL: આજે કોલંબોમાં બીજી T-20 મેચ, હાર્દિક પંડ્યાના પ્રદર્શન પર રહેશે નજર

IND VS SL: આજે કોલંબોમાં બીજી T-20 મેચ, હાર્દિક પંડ્યાના પ્રદર્શન પર રહેશે નજર
X

આજે મંગળવારે ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે બીજી T-20 મેચ કોલંબોનાં આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. આ ત્રણ મેચની સિરીઝમાં 1-0થી લીડ મેળવ્યા બાદ ધવન સેના માટે આજની મેચ મહત્ત્વપૂર્ણ રહેશે. ઈન્ડિયન ટીમ આ મેચ જીતીને સિરીઝમાં અજેય લીડ મેળવવા માટે તૈયારી કરશે.

આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ઈન્ડિયા અને શ્રીલંકા પોતાની બેસ્ટ પ્લેઇંગ-11 આ મેચમાં રમવા માટે ઉતારશે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર શ્રીલંકન ટીમમાં 2થી 3 ખેલાડીઓ ઈજાગ્રસ્ત હોવાથી એની પ્લેઇંગ-11માં ફેરફાર થઈ શકે છે. વનડે સિરીઝમાં હાર્દિક પંડ્યાનું બોલિંગ અને બેટિંગ પ્રદર્શન અપેક્ષા આધારિત રહ્યું નહતું. તેવામાં એણે પહેલી T-20 મેચ દરમિયાન 12 બોલમાં 10 રન કર્યા હતા.

હાર્દિક પંડ્યાને જો T-20 વર્લ્ડ કપની પ્લેઇંગ-11માં સ્થાન મેળવવું હોય તો ફિનિશર તરીકે સારુ પ્રદર્શન દાખવવું પડશે. તેવામાં આ સિરીઝ અને IPL હાર્દિક માટે બેસ્ટ પ્રેક્ટિસ સેશન તરીકે રહેશે. આ તમામ ઈજાઓ તથા કોન્ટ્રાક્ટ વિવાદના કારણે શ્રીલંકન ટીમ સતત મેચ હારી રહ્યું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. અત્યારે શ્રીલંકન ટીમે વધુ એક સ્ક્વૉડને કોવિડ-19 પ્રોટોકોલ અંતર્ગત રાખી છે. જો જરૂર જણાશે તો એમાથી પણ કેટલાક ખેલાડીને ટીમમાં સામેલ કરવામાં આવે તેવી સ્થિતિ ઉદ્ભવી છે.

Next Story
Share it