Connect Gujarat
સ્પોર્ટ્સ

IND vs WI 3rd T20: ત્રીજી T20 નો ટાઇમ બદલાયો, ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે આટલા વાગ્યે રમાશે મેચ.!

ટીમ ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પાંચ મેચની T20 સિરીઝ 1-1 થી બરાબર થઈ ગઈ છે. બંને ટીમો વચ્ચે શ્રેણીની ત્રીજી મેચ આજે રમાશે.

IND vs WI 3rd T20: ત્રીજી T20 નો ટાઇમ બદલાયો, ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે આટલા વાગ્યે રમાશે મેચ.!
X

ટીમ ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પાંચ મેચની T20 સિરીઝ 1-1 થી બરાબર થઈ ગઈ છે. બંને ટીમો વચ્ચે શ્રેણીની ત્રીજી મેચ આજે (2 ઓગસ્ટ) રમાશે. શ્રેણીની બીજી મેચની જેમ આ મેચના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

આ મેચ આજે રાત્રે 8 વાગ્યે શરૂ થવાની હતી પરંતુ તેમાં દોઢ કલાકનો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ મેચ રાત્રે 9.30 કલાકે શરૂ થશે. આ મેચ માટે ટોસ અડધો કલાક પહેલા એટલે કે 9 વાગે કરવામાં આવશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ખુદ આ જાણકારી આપી છે. આ મેચ વેસ્ટ ઈન્ડિઝના સેન્ટ કિટ્સ એન્ડ નેવિસમાં જ રમાશે. તમને જણાવી દઈએ કે સીરીઝની પહેલી મેચ ભારતીય ટીમે જીતી હતી અને બીજી મેચ વેસ્ટ ઈન્ડિઝે જીતી હતી.

Next Story