Connect Gujarat
સ્પોર્ટ્સ

IND vs ENG: આજથી ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ

IND vs ENG: આજથી ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ
X

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની શરુઆત આજે બપોરે ભારતીય સમયાનુસાર 3.30 કલાકે થશે. પ્રથમ ટેસ્ટ મેચ નોટિંગહામમાં રમાનારી છે. જે ટેસ્ટ મેચમાં દર્શકોની પણ હાજરી હશે.ભારત અને ઇંગ્લેન્ડ સામે આજથી ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થઇ રહ્યો છે. વિરાટ કોહલી અને જો રુટની ટીમ આજે આમને સામને થશે. આ ટક્કરનો સીલસીલો એક મહીનાથી વધારે સમય ચાલશે.5 ટેસ્ટની સિરીઝ રમાનારી છે.

ભારતીય ટીમ આરંભ દમદાર કરવા ઇચ્છશે. ભારત આમ એટલા માટે કરવા માટે ઇચ્છશે કે, ઇંગ્લેન્ડની સામે તેના જ ઘરમાં પોતાનો ઇતિહાસ બદલવાનો છે. પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ ભારતીય સમયાનુસાર 3.30 કલાકે શરુ થનાર છે.ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝના માટે દર્શકોના સ્ટેડિયમમાં પ્રવેશની મંજૂરી પહેલાથી જ આપવામાં આવી છે. એટલે કે બંને દેશો વચ્ચે આ ટેસ્ટ શ્રેણી ક્રિકેટ ફેન્સની હાજરીમાં રમાશે. કેટલાક મહીના પહેલા ઇંગ્લેન્ડ 5 ટેસ્ટ મેચની એક સિરીઝ ભારતથી 1-3 થી ગુમાવી દીધી છે.

એટલુ જ નહી તે સિરીઝ ઇંગ્લેન્ડે ગુમાવતા જ તે WTC ના ફાઇનલની રેસમાંથી તે બહાર થઇ ગઇ હતી. સ્વભાવીક છે તે, હવે બદલો લેવાના પ્રયાસમાં હશે. એટલે કે વિરાટ કોહલીની ટીમ ઇન્ડીયાની હોંશિયાર રહેવાની જરુર છે.

Next Story