Connect Gujarat
સ્પોર્ટ્સ

ભારતે કોમનવેલ્થમાં વધુ એક ગોલ્ડ મેડલ જીત્યો, ભારતીય પુરુષ ટેબલ ટેનિસ ટીમે સિંગાપુરને 3-1થી હરાવ્યું

ભારતે કોમનવેલ્થમાં વધુ એક ગોલ્ડ મેડલ જીત્યો છે. આજે ભારતીય પુરુષ ટેબલ ટેનિસ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ફાઈનલ મેચમાં સિંગાપુરને હરાવ્યું હતું

ભારતે કોમનવેલ્થમાં વધુ એક ગોલ્ડ મેડલ જીત્યો, ભારતીય પુરુષ ટેબલ ટેનિસ ટીમે સિંગાપુરને 3-1થી હરાવ્યું
X

ભારતે કોમનવેલ્થમાં વધુ એક ગોલ્ડ મેડલ જીત્યો છે. આજે ભારતીય પુરુષ ટેબલ ટેનિસ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ફાઈનલ મેચમાં સિંગાપુરને હરાવ્યું હતું. ભારતે આ જીત સાતે ગોલ્ડ મેડલ પર કબ્જો કરી લીધો છે. ભારતે આ મેચમાં સિંગાપુરને 3-1થી હરાવ્યું હતું. આ ટેબલ ટેનિસની રમતમાં હરમીત દેસાઈએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. હરમિત દેસાઈ મુળ સુરતનો ટેબલ ટેનિસ પ્લેયર છે.

ટીમ ઈન્ડિયા માટે હરમીત દેસાઈ અને સાથિયાન જ્ઞાનશેખરનની જોડીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ જોડીએ સિંગાપુરના યોંગ ઈજાક ક્વેક અને યૂ એન કોએન પૈંગને હરાવ્યા હતા. ટીમ ઈવેન્ટની પ્રથમ ડબલ્સમાં સાથિયાન અને હરમીતની જોડીએ 3-1થી જીત નોંધાવી હતી. તેઓએ સિંગાપોરના યાંગ યેક અને યુ પેંગને 13-11, 11-7 અને 11-5થી હરાવ્યા હતા. આ પછી શરથ કમલને સિંગલ્સ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ બીજી સિંગલ્સમાં ભારતનો વિજય થયો હતો. જેમાં સાથિયાનો 3-1થી વિજય થયો હતો. તેણે ટીમને 2-1ની લીડ અપાવી હતી. અંતે હરમીતે તેની સિંગલ્સ મેચ જીતીને ભારતને ગોલ્ડ અપાવ્યો હતો.

Next Story