Connect Gujarat
સ્પોર્ટ્સ

ધ વોલે હોકીમાં અપાવી ઈન્ડિયાને જીત ! રાહુલ દ્રવિડ બાદ કોને મળ્યું વોલનું ઉપનામ,વાંચો

સતત 3 વર્ષથી ચેમ્પિયન બનતી ઓસ્ટ્રેલિયાની ટીમને ભારતની ટીમે 1-0થી હરાવી દીધી છે.

ધ વોલે હોકીમાં અપાવી ઈન્ડિયાને જીત ! રાહુલ દ્રવિડ બાદ કોને મળ્યું વોલનું ઉપનામ,વાંચો
X

પ્રથમવાર એવું થયુ કે, વુમન્સ હૉકી ટીમે ઑલિમ્પિક્સમાં સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે અને તે સાથે જ ઇતિહાસ રચી દીધો છે. સતત 3 વર્ષથી ચેમ્પિયન બનતી ઓસ્ટ્રેલિયાની ટીમને ભારતની ટીમે 1-0થી હરાવી દીધી છે.

ભારતની ટીમ અહીં સુધી પહોંચી તેમાં સૌથી મોટુ યોગદાન સવિતા પૂનિયાનું છે. તે ટીમમાં ગોલકીપર છે અને ઓસ્ટ્રેલિયાના 9 ગોલને થતા રોક્યા હતા. દરેક ગોલ રોકવાના કારણે ભારતને 1-0થી જીત મળી હતી. પૂનિયાની જોરદાર ગેમના કારણે ભારત 1-0થી આખી મૅચ દરમિયાન આગળ રહ્યું હતુ. પાવરફૂલ ઓસ્ટ્રેલિયાની ટીમને હરાવવામાં સફળ રહી હતી. જ્યારથી ભારતીય ટીમની જીત થઇ છે ત્યારથી સોશ્યલ મિડીયા પર લોકો ચક દે ફિલ્મ સાથે સરખાવી રહ્યાં છે.

કોચને કબીરખાન સાથે સરખાવવામાં આવી રહ્યાં છે, ક્રિકેટના વૉલ તરીકે રાહુલ દ્રવિડને ઓળખવામાં આવે છે. હવે હૉકીની વૉલ તરીકે સવિતા પૂનિયાને ઓળખવામાં આવશે. ભારતીય હૉકી ટીમે ટોક્યો ઑલિમ્પિક્સમાં ઇતિહાસ રચી દીધો છે. ટીમે ક્વોટર ફાઇનલમાં છેલ્લા 3 વર્ષથી સતત જીતતી ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવી દીધી છે. સોશ્યલ મિડીયા પર ભારતની દીકરીઓ છવાયેલી છે અને લોકો તેમને વધાઇ આપી રહ્યાં છે. આ બધુ જોઇને કોચ શોર્ડ મારિને ભાવૂક થઇ ગયા છે.

Next Story