Connect Gujarat
સ્પોર્ટ્સ

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની થઈ જાહેરાત; જાણો કોને મળ્યુ સ્થાન

દુબઈમાં રમાનારા ટી-20 વર્લ્ડકપને લઈ ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. 15 સભ્યોની ટીમમાં મોટા ભાગના ખેલાડીઓ અપેક્ષા મુજબ પસંદ થયા છે.

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની થઈ જાહેરાત; જાણો કોને મળ્યુ સ્થાન
X

દુબઈમાં રમાનારા ટી-20 વર્લ્ડકપને લઈ ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. 15 સભ્યોની ટીમમાં મોટા ભાગના ખેલાડીઓ અપેક્ષા મુજબ પસંદ થયા છે. ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડે સંયુક્ત આરબ અમીરાત અને ઓમાનમાં રમાનારા ટી-20 વર્લ્ડકપ માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. તે સિવાય ત્રણ ખેલાડીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. બીસીસીઆએએ પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને વર્લ્ડકપ માટે મોટી જવાબદારી સોંપી છે. સચિવ જય શાહના મતે ભારતના પૂર્વ કેપ્ટન એમએસ ધોની ટી-20 વર્લ્ડકપ માટે ટીમનું માર્ગદર્શન કરશે.

ટીમ ઇન્ડિયામાં વિરાટ કોહલી ( કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), લોકેશ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચહર, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી સમાવેશ થયો છે. આ ઉપરાંત શ્રેયસ ઐય્યર, શાર્દુલ ઠાકુર, દીપક ચહરને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે.

ભારતીય ટીમ ટી-20 વર્લ્ડકપમાં પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમશે. આ મેચ 24 ઓક્ટોબરે રમાશે. જે બાદ ટીમ ઈન્ડિયા 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ, 3 નવેમ્બરે અફઘાનિસ્તાન અને 5 નવેમ્બરે સુપર 12માં ક્વોલિફાય કરનારી ટીમ (બી-1) સામે રમશે.

સોમવારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ 15 સભ્યો અને 3 રિઝર્વ ખેલાડીની જાહેરાત કરી હતી. જેમાં સિનિયર ખેલાડી શોએબ મલિક અને સરફરાઝ અહમદને ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. પાકિસ્તાનની ટીમ નીચે મુજબ છે.

Next Story