Connect Gujarat
સ્પોર્ટ્સ

IPL 2022 : ચેન્નાઈ માટે કરો યા મરો, જાણો મુંબઈ-ચેન્નઈની સંભવિત પ્લેઇંગ ઇલેવન?

આજે લીગના ઈતિહાસની બે સૌથી મોટી ટીમો સામસામે ટકરાશે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યે રમાશે.

IPL 2022 : ચેન્નાઈ માટે કરો યા મરો, જાણો મુંબઈ-ચેન્નઈની સંભવિત પ્લેઇંગ ઇલેવન?
X

આજે લીગના ઈતિહાસની બે સૌથી મોટી ટીમો સામસામે ટકરાશે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યે રમાશે.

મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈની ટીમ માટે આ મેચ 'કરો યા મરો'ની છે. જો ચેન્નાઈની ટીમ આ મેચમાં હારી જશે તો તે પ્લેઓફની રેસમાંથી સંપૂર્ણપણે બહાર થઈ જશે. જ્યારે રોહિત શર્માની કપ્તાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સ પહેલા જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ચેન્નાઈની ટીમે અત્યાર સુધી 11માંથી 4 મેચ જીતી છે અને તેના 8 પોઈન્ટ છે. CSK પાસે હવે ત્રણ મેચ રમવાની છે. જો આમાંથી એક મેચ હારી જશે તો પ્લેઓફની આશા છોડી દેવી પડશે. હાલમાં ચેન્નાઈની ટીમ 9મા સ્થાન પર છે. જ્યારે મુંબઈની ટીમ 11માંથી માત્ર 2 મેચ જીતી શકી છે. આ ટીમ છેલ્લા એટલે કે 10મા નંબર પર છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ:

ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, મોઈન અલી, રોબિન ઉથપ્પા, શિવમ દુબે, અંબાતી રાયડુ, મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન, વિકેટકીપર), ડ્વેન બ્રાવો, સિમરજીત સિંહ, મહિષ તિક્ષ્ણ અને મુકેશ ચૌધરી.

મુંબઈ ઈન્ડિયન્સ:

રોહિત શર્મા (કેપ્ટન), ઇશાન કિશન (wk), તિલક વર્મા, ટ્રિસ્ટન સ્ટબ્સ/રમનદીપ સિંહ, ટિમ ડેવિડ, કિરોન પોલાર્ડ, ડેનિયલ સેમ્સ, રિતિક શોકીન, કુમાર કાર્તિકેય, જસપ્રિત બુમરાહ અને બેસિલ થમ્પી/રિલે મેરેડિથ.

Next Story