Connect Gujarat
સ્પોર્ટ્સ

IPL 2022 : ગુજરાત ટાઇટન્સે તેમની નવી જર્સી કરી લોન્ચ

IPL 2022 : ગુજરાત ટાઇટન્સે તેમની નવી જર્સી કરી લોન્ચ
X

ગુજરાત ટાઇટન્સે 13 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સત્તાવાર રીતે તેમની નવી જર્સીને લોન્ચ કરી હતી. જય શાહ અને હાર્દિક પંડ્યાએ ટીમની જર્સી લોન્ચ કરી છે. વાદળી રંગની જર્સીની વિશિષ્ટ અને આકર્ષક ડિઝાઇન છે. ગુજરાત ટાઇટન્સ 26 માર્ચથી શરૂ થનારી આગામી IPL 2022માં જબરદસ્ત પ્રભાવ પાડવા માટે આતુર હશે, આઈપીએલ ટુર્નામેન્ટમાં તેમનો પ્રથમ દેખાવ હશે.

ગુજરાત ટાઈટન્સની ટીમે IPLના ઈતિહાસમાં પહેલીવાર મેટાવર્સનો ઉપયોગ કરી લોગો લોન્ચની ઈવેન્ટ યોજી હતી. જેમાં કેપ્ટન હાર્દિક પંડ્યા, કોચ આશિષ નહેરા અને શુભમન ગિલના ડિજિટલ અવતારે હાજરી આપી હતી.

ગુજરાત સ્થિત ફ્રેન્ચાઈઝીએ તેમના નવા કેપ્ટન તરીકે સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની નિમણૂક કરી છે. જ્યારે બીજી બાજુ જોવા જઈએ તો ટીમમાં મોટાભાગે યુવા તથા ટેલેન્ટેડ ખેલાડીઓનું સિલેક્શન કરવામાં આવ્યું છે. હાર્દિક પંડ્યા અને રાહુલ તેવટિયા જેવા ગેમ ચેન્જર પણ ટીમનો ભાગ

Next Story