Connect Gujarat
સ્પોર્ટ્સ

IPL 2022 : હર્ષલ પટેલની બહેનનું નિધન, મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ બાદ ઘરે જવા રવાના

ઈન્ડિયન પ્રીમિયર લીગ 15મી સીઝનની 18મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થયો હતો.

IPL 2022 : હર્ષલ પટેલની બહેનનું નિધન, મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ બાદ ઘરે જવા રવાના
X

ઈન્ડિયન પ્રીમિયર લીગ 15મી સીઝનની 18મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થયો હતો. આ મેચમાં મુંબઈની ટીમને 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ દરમિયાન બેંગ્લોરના સ્ટાર બોલર હર્ષલ પટેલને ખૂબ જ દિલ તોડનારા સમાચાર મળ્યા. તેની બહેન જે કેટલાક દિવસોથી બીમાર હતી તેનું અવસાન થયું હતું.

શનિવારે ડબલ હેડર મેચની બીજી મેચમાં બેંગ્લોરનો સામનો મુંબઈની ટીમ સાથે થયો હતો. આ મેચ દરમિયાન જ બેંગ્લોરના ફાસ્ટ બોલર હર્ષલની બહેનના મોતના સમાચાર આવ્યા હતા. દુઃખની આ ઘડીમાં ટીમ આ ખેલાડી સાથે દેખાઈ અને મેનેજમેન્ટે તાત્કાલિક ઘરે જવાની વ્યવસ્થા કરી. હાલમાં ટૂર્નામેન્ટ રમવાના કારણે તે બાયો બબલનો ભાગ છે. તેણે બાયો બબલમાંથી બહાર નીકળીને તેના ઘરે જવું પડ્યું હતું, આ કારણે હવે તેણે બબલ પર પાછા ફરવા માટે ક્વોરેન્ટાઇનના નિયમોનું પાલન કરવું પડી શકે છે.

Next Story