Connect Gujarat
સ્પોર્ટ્સ

IPL 2022: જોસ બટલરની ધમાકેદાર ઇનિંગ્સથી રાજસ્થાન ફાઇનલમાં પહોંચી, RCBનું સપનું ફરી તૂટયું!

રાજસ્થાન રોયલ્સએ ક્વોલિફાયર-2 માં રોયલ ચેલેન્જર્સને હરાવી ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022)ની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

IPL 2022: જોસ બટલરની ધમાકેદાર ઇનિંગ્સથી રાજસ્થાન ફાઇનલમાં પહોંચી, RCBનું સપનું ફરી તૂટયું!
X

રાજસ્થાન રોયલ્સએ ક્વોલિફાયર-2 માં રોયલ ચેલેન્જર્સને હરાવી ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022)ની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. હવે 29 મેના રોજ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ટાઇટલ માટે જંગ ખેલાશે. રાજસ્થાન રોયલ્સની ટીમ 14 વર્ષ બાદ IPLની ફાઇનલમાં પહોંચી છે. ક્વોલિફાયર-2 હારવાની સાથે જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સફર અહીં સમાપ્ત થઈ ગઈ અને ટીમનું સપનું ફરી તૂટી ગયું. રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 7 વિકેટે હરાવ્યું હતું. ક્વોલિફાયર-2માં બેંગલુરુએ પ્રથમ બેટિંગ કરતા 157 રન બનાવ્યા હતા જેના જવાબમાં રાજસ્થાને 19મી ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને આ સ્કોર હાંસલ કર્યો હતો.

રાજસ્થાન રોયલ્સે 2008માં પ્રથમ આઈપીએલ ખિતાબ જીત્યો હતો ત્યારબાદ ટીમ પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી છે. ત્યારબાદ રાજસ્થાન રોયલ્સે શેન વોર્નના નેતૃત્વમાં ખિતાબ જીત્યો હતો. IPL-2022 ની શરૂઆત પહેલા શેન વોર્નનું અવસાન થયું રાજસ્થાન રોયલ્સ સિઝનની શરૂઆતથી જ શેન વોર્નના સન્માનમાં રમતો રમી રહી છે. આવી સ્થિતિમાં હવે ટીમ પાસે શેન વોર્નને શ્રદ્ધાંજલિ આપવાની શ્રેષ્ઠ તક છે.

Next Story
Share it