Connect Gujarat
સ્પોર્ટ્સ

IPL 2022 : સૌથી વધુ IPL ટ્રોફી જીતનાર ટીમે જ બનાવ્યો સતત 8 મેચ હારવાનો રેકોર્ડ..!

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં મુંબઈ ઈન્ડિયન્સ (MI)ના ખરાબ દિવસો ખતમ થવાનું નામ નથી લઈ રહ્યા.

IPL 2022 : સૌથી વધુ IPL ટ્રોફી જીતનાર ટીમે જ બનાવ્યો સતત 8 મેચ હારવાનો રેકોર્ડ..!
X

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં મુંબઈ ઈન્ડિયન્સ (MI)ના ખરાબ દિવસો ખતમ થવાનું નામ નથી લઈ રહ્યા. ટીમે અત્યાર સુધી 8 મેચ રમી છે અને તમામમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. રોહિત શર્માની કપ્તાનીવાળી મુંબઈની ટીમ આ સિઝનમાં અત્યાર સુધી જીતનું ખાતું ખોલાવી શકી નથી. સતત 8 હાર સાથે મુંબઈની ટીમે IPL ઈતિહાસમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. આ ટીમ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી સતત 8 મેચ હારનારી પ્રથમ ટીમ બની છે. અત્યાર સુધી કોઈપણ ટીમ સતત આટલી મેચો હારી નથી. આ પહેલા 10 વખત આવું બન્યું છે, કોઈ ટીમ સતત 7 મેચ હારી છે.

જો આપણે સતત સૌથી વધુ મેચ હારવાની વાત કરીએ તો આ મામલામાં પણ મુંબઈ ટોપ પર છે. મુંબઈ ઈન્ડિયન્સ પછી દિલ્હી ડેરડેવિલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો નંબર આવે છે, જેઓ સતત 6 મેચ હારી ચૂક્યા છે. દિલ્હીએ 2013ની સિઝનમાં અને 2019ની સિઝનમાં બેંગ્લોરની ટીમે આ રેકોર્ડ બનાવ્યો હતો.

Next Story