Connect Gujarat
સ્પોર્ટ્સ

IPL 2022: આજે રાજસ્થાન અને હૈદરાબાદ વચ્ચે ટક્કર , કોણ કરશે જીત સાથે શરૂઆત?

ઈન્ડિયન પ્રીમિયર લીગ ચેમ્પિયન સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ થવા જઇ રહી છે.

IPL 2022: આજે રાજસ્થાન અને હૈદરાબાદ વચ્ચે ટક્કર , કોણ કરશે જીત સાથે શરૂઆત?
X

ઈન્ડિયન પ્રીમિયર લીગ ચેમ્પિયન સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ થવા જઇ રહી છે. આ સિઝનની મેગા ઓક્શનમાં રાજસ્થાન રોયલ્સે પોતાની સાથે ઘણા મેચ વિનર ખેલાડીઓને સામેલ કર્યા છે. તેમજ હંમેશની જેમ સનરાઇઝર્સ હૈદરાબાદ શાનદાર બોલિંગ સાથે મેદાનમાં ઉતરશે.

રોયલ્સની બેટિંગ મોટાભાગે સુકાની સંજુ સેમસનના પ્રદર્શન પર નિર્ભર રહેશે જે છેલ્લા કેટલાક સમયથી ટીમ સાથે છે પરંતુ અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યો નથી. રોયલ્સે 2008માં દિવંગત શેન વોર્નની આગેવાનીમાં પ્રથમ આઈપીએલ ખિતાબ જીત્યો હતો, પરંતુ તે પછી ટીમ ક્યારેય સારું પ્રદર્શન કરી શકી નથી. સેમસન દર વર્ષે એક કે બે મેચમાં સારું રમ્યો છે. પરંતુ જો રોયલ્સે તેનું બીજું ટાઇટલ જીતવું હોય તો તેણે તેના પ્રદર્શનમાં સાતત્ય રાખવું પડશે.

જ્યાં સુધી સનરાઇઝર્સનો સવાલ છે કેપ્ટન કેન વિલિયમસન તેમના બેટિંગ ક્રમમાં સૌથી અનુભવી બેટ્સમેન છે. જ્યારે મિડલ ઓર્ડરની જવાબદારી નિકોલસ પૂરન, પ્રિયમ ગર્ગ અને રાહુલ ત્રિપાઠી પર રહેશે. જો વિલિયમસન ત્રીજા નંબર પર આવે છે તો રવિકુમાર સમર્થ ઓપનરની ભૂમિકા ભજવી શકે છે જ્યારે અબ્દુલ સમદ ફિનિશરની ભૂમિકા ભજવશે.

Next Story