Connect Gujarat
સ્પોર્ટ્સ

લસિથ મલિંગાની IPLમાં ફરી એન્ટ્રી, હવે આ ટીમની બોલિંગમાં સુધારો થશે

રાજસ્થાન રોયલ્સએ ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝન માટે શ્રીલંકાના ભૂતપૂર્વ ઝડપી બોલર લસિથ મલિંગાને તેમના બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે.

લસિથ મલિંગાની IPLમાં ફરી એન્ટ્રી, હવે આ ટીમની બોલિંગમાં સુધારો થશે
X

રાજસ્થાન રોયલ્સએ ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝન માટે શ્રીલંકાના ભૂતપૂર્વ ઝડપી બોલર લસિથ મલિંગાને તેમના બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. મલિંગા આ લીગમાં પ્રથમ વખત કોચ તરીકે જોવા મળશે. આ પહેલા તે મુંબઈ ઈન્ડિયન્સ સાથે ઘણી વખત ટાઈટલ જીતી ચૂક્યો છે. 38 વર્ષીય મલિંગાએ તાજેતરમાં જ શ્રીલંકાના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન શ્રીલંકન ટીમના બોલિંગ કોચ તરીકેની જવાબદારી સંભાળી હતી. રાજસ્થાન રોયલ્સે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ માહિતી શેર કરી છે.

2008ની સિઝનની વિજેતા ટીમ રાજસ્થાન રોયલ્સ પ્રથમ સિઝન બાદ ફાઇનલમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી છે. ટીમને પ્લેઓફ મેચો સુધી જ સંતોષ માનવો પડ્યો છે. જ્યારે કેટલીક સીઝનમાં રાજસ્થાન છેલ્લા સ્થાને અને 7મા નંબરે પણ છે. રાજસ્થાને વર્ષ 2021માં 5 જીત અને 9 હાર સાથે સાતમા નંબરે સિઝન સમાપ્ત કરી હતી. રાજસ્થાને તેના ટ્વિટર એકાઉન્ટ પર મલિંગાનું તેની આગવી શૈલીમાં સ્વાગત કર્યું હતું.

Next Story