Connect Gujarat
સ્પોર્ટ્સ

વર્લ્ડ ચેમ્પિયન સામે જોરદાર ટક્કર બાદ બોક્સર લવલીનાની સેમી ફાઈનલમાં હાર, જીત્યો બ્રોન્ઝ મેડલ

વર્લ્ડ ચેમ્પિયન સામે જોરદાર ટક્કર બાદ બોક્સર લવલીનાની સેમી ફાઈનલમાં હાર, જીત્યો બ્રોન્ઝ મેડલ
X

ટોક્યો ઓલિમ્પિકની સેમિફાઇનલમાં સ્થાન મેળવનાર ભારતીય મહિલા બોક્સર લવલીના બોરગોહેન મેચ હારી ગઇ છે. લવલીનાને મહિલાઓના 69 કિગ્રા સેમિફાઇનલ મુકાબલામાં તુર્કીની બુસેનાઝ સુરમેનેલી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તે બ્રોન્ઝ મેડલ મેળવવામાં સફળ થઈ છે.

આ અંગે પી.એમ.મોદીએ પણ ટ્વિટ કરી લવલીનાને અભિનંદન પાઠવ્યા હતા. પી.એમ.એ જણાવ્યુ છે કે બોક્સિંગ રીંગમાં લવલીનાની સફળતા ઘણાં ભારતીયોને પ્રેરણા આપતી રેહેશે. તે ખૂબ સારું લડી, તેની દ્રઢતા અને મક્કમતા પ્રશંસનીય છે. ભારતને બ્રોન્ઝ મેડલ જિતાડવા બદલ અભિનંદન અને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવું છું.

ટોક્યો ઓલિમ્પિકની સેમિફાઇનલમાં સ્થાન મેળવનાર ભારતીય મહિલા બોક્સર લવલીના બોરગોહેનની શરૂઆત જ ખરાબ થઈ હતી અને પ્રથમ રાઉન્ડમાં જ પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જો કે, બીજા રાઉન્ડમાં ભારતને આશા હતી કે, લવલીના ખરી ઉતરશે પરંતુ તેમાં પણ નિરાશા સાંપડી હતી. લવલીના મહિલા 69 કિગ્રા સેમિફાઇનલ મુકાબલામાં તુર્કીની બુસેનાઝ સુરમેનેલી સામે 0-5થી હારી હતી. કુસ્તીમાં ભારતીય કુસ્તીબાજો સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે.


રવિ દહિયા 57 કિગ્રા કેટેગરીમાં અને દીપક પૂનિયા 86 કિગ્રા કેટેગરીમાં સેમિફાઇનલમાં પહોંચ્યા છે. જ્યારે રવિએ બલ્ગેરિયા સામેની મેચ 14-4થી જીતી છે, ઉલ્લેખનીય છે કે, દિપકે છેલ્લી સેકન્ડમાં ચીનના શેનને 6-3થી હરાવ્યો. આ સાથે જ દીપક પૂનિયાનો સામનો સેમિફાઇનલમાં અમેરિકાના ડેવિડ મોરિસ ટેલર સાથે થશે જ્યારે રવિનો મુકાબલો કઝાખસ્તાનના નુરીસ્લામ સનાયેવ સાથે થશે.

Next Story