Connect Gujarat
સ્પોર્ટ્સ

ટોક્યો પેરાલિમ્પિક્સ : મનીષ નરવાલ અને સિંહરાજ અધાનાએ શૂટિંગમાં જીત્યો ગોલ્ડ મેડલ, PM મોદીએ પાઠવી શુભેચ્છા...

ટોક્યો પેરાલિમ્પિક્સ : મનીષ નરવાલ અને સિંહરાજ અધાનાએ શૂટિંગમાં જીત્યો ગોલ્ડ મેડલ, PM મોદીએ પાઠવી શુભેચ્છા...
X

ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતે 11મા દિવસે સારી શરૂઆત કરી હતી, ત્યારે શૂટિંગમાં SH-1 કેટેગરીની 50 મીટર એર પિસ્તોલમાં મનીષ નરવાલ અને સિંહરાજ અધાનાએ ગોલ્ડ મેડલ જીતી દેશનું ગૌરવ વધાર્યું છે.

ટોક્યો પેરાલિમ્પિક્સની બેડમિન્ટન એસએલ-4માં નોઇડાના ડીએમ સુહાસ યતિરાજ પણ ફાઇનલમાં પહોંચ્યા છે અને આજે ભારતનો બીજો મેડલ સુનિશ્ચિત કર્યો છે. પ્રમોદ પહેલા ભગતે SL 3 માં ભારત માટે ઓછામાં ઓછું સિલ્વર મેડલ સુનિશ્ચિત કર્યું છે, ત્યારે પેરાલિમ્પિક્સમાં અત્યાર સુધીમાં ભારતને 3 ગોલ્ડ, 7 સિલ્વર અને 5 બ્રોન્ઝ મળીને 15 મેડલ મળ્યા છે. મનીષ નરવાલે ફાઇનલમાં 209નો સ્કોર કર્યો હતો, જ્યારે સિંહરાજ અધાનાએ 207ના સ્કોર સાથે સિલ્વર મેડલ જીત્યો છે. અગાઉ અધાના ક્વોલિફિકેશન રાઉન્ડમાં 536 પોઇન્ટ સાથે ચોથા સ્થાને હતા, જ્યારે નરવાલ 533 પોઈન્ટ સાથે સાતમા સ્થાને હતો.

દેશનું ગૌરવ વધારવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનીષ નરવાલ અને સિંહરાજ અધાનાને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે, ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓનું ગૌરવપૂર્ણ પ્રદર્શન યથાવત રહ્યું છે. યુવા અને ખૂબ જ પ્રતિભાશાળી મનીષ નરવાલની મહાન સિદ્ધિ. તેમનો ગોલ્ડ મેડલ જીતવો ભારતીય રમત માટે વિશેષ ક્ષણ છે, ત્યારે આ સાથે જ ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભાગ લેનાર તામાં ભારતીય ખેલાડીઓને PM મોદીએ અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

Next Story