Connect Gujarat
સ્પોર્ટ્સ

મેસીના આંસુ વેચાઈ રહ્યા છે કરોડોમાં; જે ટિશ્યૂ પેપરથી આંખો લૂછી હતી તેની કરાઈ હરાજી

મેસીના આંસુ વેચાઈ રહ્યા છે કરોડોમાં; જે ટિશ્યૂ પેપરથી આંખો લૂછી હતી તેની કરાઈ હરાજી
X

લિયોનેલ મેસીની ગણના વિશ્વના સૌથી ધનવાન ખેલાડીઓમાં થાય છે. હવે તેના આંસુનું એક-એક ટીપું પણ કિંમતી થઈ ગયું છે, ત્યારે તે ટિશ્યૂ પેપરની કિંમત કરોડોમાં પહોંચી ગઈ જેનો ઉપયોગ મેસીએ કર્યો હતો. ટિશ્યૂ વેચનાર વ્યક્તિએ દાવો કર્યો કે મેસીના જિનેટિક પણ આ ટિશ્યૂમાં સામેલ છે, જેનાથી લોકોને ફુટબોલ ખેલાડીનો ક્લોન બનાવવામાં મદદ મળશે.


મળતી માહિતી મુજબ મેસીએ જ્યારથી સમજતો થયો ત્યારથી તે સ્પેનિશ ક્લબ બાર્સિલોનાનો ભાગ હતો. 34 વર્ષના આ આર્જેન્ટીનાના ફુટબોલરે જીવનના 21 વર્ષ બાર્સિલોના સાથે પસાર કર્યા બાદ થોડા દિવસ પહેલા ક્લબને અલવિદા કહ્યું હતું. આ ક્ષણ તેના માટે ભાવુક હતી. મીડિયા સાથે વાત કરતા તે રડવા લાગ્યો. તેની આંખમાંથી આંસુ આવી ગયા. આ દરમિયાન તેની પાર્ટનર એન્ટોનેલા પણ હાજર હતી. નમ આંખોને સાફ કરવા માટે તેણે મેસીને ટિશ્યૂ પેપર આપ્યું હતુ, જે હવે આશરે 7.43 કરોડ રૂપિયામાં વેચાય રહ્યું છે.

હકીકતમાં એક અજાણી વ્યક્તિએ દાવો કર્યો કે તેણે મેસી દ્વારા ઉપયોગ કરાયેલા ટિશ્યૂને ભેગા કર્યા છે અને આ ટિશ્યૂ મોંઘા ભાવે વેચવા માટે એક ઓનલાઇન જાહેરાત પણ આપી છે. આર્જેન્ટીના મીડિયા આઉટલેટ મિશનેસ ઓનલાઇનના રિપોર્ટ અનુસાર એક લોકપ્રિય વેબસાઇટ 'મરકાડો લિબ્રે' આ મામલા સાથે જોડાયેલી છે. એક ઓનલાઇન પ્રોડક્ટ કંપનીએ મેસીના તે ટિશ્યૂને પ્લાસ્ટિકના પેકેટમાં બંધ કરી દીધું હતું. સાથે મેસીની ભાવુક તસવીર પણ લગાવી છે.

લિયોનલ મેસીએ પેરિસ સેન્ટ જર્મેન (PSG) ફુટબોલ ક્લબ સાથે લગભગ 35 મિલિયન યૂરોનો કરાર કર્યો છે, જે નેમાર (37 મિલિયન યૂરો એટલે કે લગભગ ત્રણ અબજ 22 કરોડ રૂપિયા) થી ઓછો છે. રિપોર્ટ પ્રમાણે મેસી, તેની પત્ની અને ત્રણ બાળકો પેરિસના જિસ લે રોયલ મોનસેઉ હોટલમાં રોકાયા છે, ત્યાં એક રાતનું ભાડુ 20 હજાર યૂરો એટલે કે 17.5 લાખ રૂપિયા છે.

Next Story