Connect Gujarat
સ્પોર્ટ્સ

નીરજ ચોપડાએ રચ્યો ઇતિહાસ, એથ્લેટિક્સમાં ભારતને અપાવ્યો પ્રથમ ગોલ્ડ

નીરજ ચોપડાએ રચ્યો ઇતિહાસ, એથ્લેટિક્સમાં ભારતને અપાવ્યો પ્રથમ ગોલ્ડ
X

ભારતીય જૈવલિન થ્રોઅર (ભાલા ફેંક) નીરજ ચોપડા હવે ટોક્યો ઓલમ્પિકના જૈવલિન થ્રોઅરમાં ઇતિહાસ રચ્યો. રમી રહ્યા છે. ભારતને એથ્લેટિક્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ મેળવ્યો. ક્વોલિફિકેશન રાઉન્ડમાં નીરજ પોતાન ગ્રુપમાં ટોપ પર રહ્યા હતા. નીરજ ચોપડા 87.58 મીટર દૂર ભાલો ફેંકી ટોપ પર રહ્યો છે.

જૈવલિન થ્રોઅરની ફાઇનલમાં નીરજ ચોપડાની શાનદાર શરૂઆત રહી હતી. તેમણે પ્રથમ પ્રયાસમાં 87.03 અને બીજા પ્રયાસમાં 87.58 અને ત્રીજા પ્રયાસમાં 76.79 મીટર અંતર પાર પાડ્યું હતું. આ સાથે જ તેમણે પોતાના ક્વોલિફિકેશન રેકોર્ડ કરતાં વધુ દૂર ભાલો ફેંક્યો હતો. ખાસ વાત એ છે કે પ્રથમ પ્રયત્નમાં અત્યાર સુધી તેમના વધુ અંતર કોઇ પાર પાડી શક્યું નથી.

ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટ્સ એટલે કે એથ્લેટિક્સ કોઇપણ ઓલિમ્પિક ગેમ્સનું મુખ્ય આકર્ષણ છે, પરંતુ આજ સુધી કોઇ ભારતીય આ ઇવેન્ટ્સમાં મેડલ જીતી શક્યો નથી. બ્રિટિશ ભારત તરફથી રમતા નોર્મન પ્રિટચાર્ડે વર્ષ 1900ના ઓલિમ્પિકમાં એથ્લેટિક્સમાં બે મેડલ જીત્યા હતા, પરંતુ તેઓ અંગ્રેજ હતા, ભારતીય નહીં. જેવલિન થ્રોઅર (ભાલાફેંક) નીરજ ચોપરા શનિવારે ભારતની 121 વર્ષની પ્રતીક્ષાનો અંત લાવી શકે છે.


નીરજ ચોપરાએ પોતાની થ્રોઇંગની કુશળતા સુધારવા માટે જર્મનીના બાયોમિકેનિક્સ નિષ્ણાત ક્લાઉસ બાર્તોનિટ્ઝ પાસેથી તાલીમ લીધી છે, ત્યારથી તેના પ્રદર્શનમાં સાતત્ય આવ્યું છે.

ભારતીય સેનામાં કામ કરનારા નીરજે પોતાની કારકિર્દીમાં અત્યારસુધીમાં 5 મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. તેણે એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ચેમ્પિયનશિપ, સાઉથ એશિયન ગેમ્સ અને વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યા છે.

નીરજ ચોપરા હરિયાણાના પાણીપત જિલ્લાનો રહેવાસી છે. તે વજન ઘટાડવા માટે એથ્લેટિક્સમાં જોડાયો હતો. ટૂંક સમયમાં તેણે વય જૂથ સ્પર્ધાઓ સ્પર્ધાઓમાં સારું પ્રદર્શન કરવાનું શરૂ કર્યું અને અન્ય ટૂર્નામેન્ટમાં પણ જીત મેળવી હતી. 2016માં તે ભારતીય સેનામાં જોડાયો હતો.

Next Story