Connect Gujarat
સ્પોર્ટ્સ

નીરજ ચોપડાનએ ઈતિહાસ રચ્યો પરંતુ અધૂરું રહી ગયું એક સપનું, જુઓ શું કહ્યું

ટોક્યો ઓલમ્પિકમાં શનિવારનો દિવસ ભારત માટે ખુશીઓ લઈને આવ્યો હતો. એક તરફ નીરજ ચોપડાએ દેશને પહેલો ગોલ્ડ અપાવ્યો તો બીજી તરફ, પહેલવાન બજરંગ પૂનિયાએ બ્રોન્ઝ મેડલ જીત્યો.

નીરજ ચોપડાનએ ઈતિહાસ રચ્યો પરંતુ અધૂરું રહી ગયું એક સપનું, જુઓ શું કહ્યું
X

ટોક્યો ઓલમ્પિકમાં શનિવારનો દિવસ ભારત માટે ખુશીઓ લઈને આવ્યો હતો. એક તરફ નીરજ ચોપડાએ દેશને પહેલો ગોલ્ડ અપાવ્યો તો બીજી તરફ, પહેલવાન બજરંગ પૂનિયાએ બ્રોન્ઝ મેડલ જીત્યો. નીરજ ગોલ્ડ મેડલ જીતતા જ સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છવાયેલો જોવા મળ્યો. પરંતુ ઈતિહાસ રચવા છતાં ગોલ્ડન બોય નીરજ ચોપડાનું એક સપનું અધૂરું રહી ગયું. નીરજે જાતે જ આ વાતનો ખુલાસો કર્યો છે. નીરજે કહ્યું કે તે પોતાના અંતિમ થ્રો કરતાં પહેલા કંઈ વિચારી નહોતો રહ્યો કારણ કે તેને ખબર પડી ગઈ હતી કે તે અહીંની રમતોમાં શિખરનું સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યો હતો.

નીરજ ચોપડા તમામ 12 પ્રતિસ્પર્ધીઓમાં પહેલા ત્રણ પ્રયાસોમાં સર્વશ્રેષ્ઠ હતો જેનાથી તે આગળના ત્રણ પ્રયાસોમાં થ્રો કરવા માટે સૌથી છેલ્લે આવ્યો. જેવુ સિલ્વર મેડલ વિજેતા ચેક ગણરાજ્યના જાકુબ વાડલેચે પોતાનો અંતિમ થ્રો પૂરો કર્યો, નીરજ ચોપડા જાણી ગયો હતો કે તેને ગોલ્ડ મેડલ જીતી લીધો છે. તેણે વર્ચ્યૂઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, હું થ્રો કરનારો અંતિમ ખેલાડી હતો અને દરેક ખેલાડી થ્રો કરી ચૂક્યો હતો, હું જાણી ગયો હતો કે મેં ગોલ્ડ મેડલ જીતી લીધો છે, તો મારા મગજમાં કંઈક બદલાઈ ગયું, હું તેને વ્યક્ત નથી કરી શકતો. હું નથી જાણતો કે શું કરું અને તે એવું પ્રકારનું હતું કે મેં શું કરી દીધું છે.

નીરજ ચોપડાએ કહ્યું કે, હું ભાલાની સાથે રન-અપ પર હતો પરંતુ હું વિચારી નહોતો શકતો. મેં સંયમ રાખ્યો અને પોતાના અંતિમ થ્રો પર ધ્યાન લગાવવાનો પ્રયાસ કર્યો જે શાનદાર નહતો પરંતુ ઠીક હતો. તેણે એવું પણ કહ્યું કે, તેણે 90.57 મીટર (નોર્વેના આંદ્રિયાસ થોરકિલ્ડસનના 2008 બીજિંગ ઓલમ્પિકમાં નોંધાયેલા) ઓલમ્પિક રેકોર્ડના લક્ષ્યને પાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ એવું ન થઈ શક્યું. નીરજ ચોપડાએ વધુમાં કહ્યું કે, પહેલો થ્રો સારો રહ્યા બાદ, મેં વિચાર્યું કે ઓલમ્પિક રેકોર્ડનો પ્રયાસ કરું છું. પરંતુ એવું ન કરી શક્યો.

Next Story