Connect Gujarat
સ્પોર્ટ્સ

આજે ઓલિમ્પિકમાં ભાલા ફેંકની ફાઇનલમાં નીરજ ચોપરાને ગોલ્ડ મેડલ જીતવાની તક

સ્ટાર જૈવલીન થ્રો એથ્લીટ નીરજ ચોપડા ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને ટ્રેક એન્ડ ફીલ્ડ ઇવેન્ટમાં મેડલ અપાવી શકે છે. 23 વર્ષીય નીરજ ટોક્યોમાં ભારતને મેડલની આશા છે.

આજે ઓલિમ્પિકમાં ભાલા ફેંકની ફાઇનલમાં નીરજ ચોપરાને ગોલ્ડ મેડલ જીતવાની તક
X

સ્ટાર જૈવલીન થ્રો એથ્લીટ નીરજ ચોપડા ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને ટ્રેક એન્ડ ફીલ્ડ ઇવેન્ટમાં મેડલ અપાવી શકે છે. 23 વર્ષીય નીરજ ટોક્યોમાં ભારતને મેડલની આશા છે. નીરજે ક્વોલિફિકેશનમાં 86.65 મીટરનો થ્રો કરી ફાઇનલ માટે ક્વોલિફાઇ કર્યુ છે. તેણે પોતાના ગ્રુપમાં ટોપ પર રહેતા ફાઇનટની ટિકિટ મેળવી હતી.

ફાઇનલમાં નીરજના સૌથી મોટા વિરોધી પાકિસ્તાનનો અરશદ નદીમ હશે. નદીમે ભાલાને 85.16 મીટર દૂર થ્રો કરી ફાઇનલમાં જગ્યા બનાવી છે. નદીમ ગ્રુપ બીમાં ટોપ પર રહેતા ટાઇટલ મુકાબલામાં પહોંચ્યો છે. ફાઇનલ માટે કુલ 12 એથ્લીટોએ ક્વોલિફાઇ કર્યુ છે.

અરશદનો આઇડલ નીરજ ચોપડા રહ્યો છે. અરશદે 2016 સાઉથ એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો જ્યારે નીરજે ગોલ્ડ પર કબજો જમાવ્યો હતો. આ સિવાય પાકિસ્તાની એથ્લીટે એશિયન ગેમ્સમાં સિલ્વર જ્યારે ચોપડાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. નદીમ 2019 એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતી ચુક્યો છે.

નીરજ ચોપડા અને અરશદ નદીમ જૈવલીન થ્રો ફાઇનલમાં 7 ઓગસ્ટ એટલે કે શનિવારે આમને-સામને છે. નીરજ ચોપડા અને અરશદ નદીમ જૈવલીન થ્રો ફાઇનલમાં ભારતીય સમયાનુસાર સાંજે 4.30 કલાકે ટ્રેક પર ઉતરશે.

Next Story