Connect Gujarat
સ્પોર્ટ્સ

ખેલથી મોટું કોઈ નથી, વિરાટ-રોહિત વિવાદ પર મંત્રી અનુરાગસિંહ ઠાકુરનું નિવેદન

સાઉથ આફ્રીકા પ્રવાસ પહેલા કપ્તાનીને લઇને મોટો વિવાદ ઉભો થયો

ખેલથી મોટું કોઈ નથી, વિરાટ-રોહિત વિવાદ પર મંત્રી અનુરાગસિંહ ઠાકુરનું નિવેદન
X

ટીમ ઇન્ડિયા સાઉથ આફ્રીકા પ્રવાસ પહેલા કપ્તાનીને લઇને મોટો વિવાદ ઉભો થયો છે. વિરાટ અને રોહિત વચ્ચે અણબનાવ ની ઘટનાઓ સામે આવતી રહે છે. તે વચ્ચે ખેલમંત્રી અનુરાગે નિવેદન આપ્યું છે.અનુરાગ ઠાકુરે કહ્યું કે ખેલથી મોટું કઇ નથી, તે જ સર્વોત્તમ છે. કોઇ ખેલાડી વચ્ચે શું ચાલી રહ્યું છે તેની જાણકારી હું ન આપી શકું. આ તેનાથી સંબંધિત અસોશિયેશન કે સંસ્થાની જવાબદારી છે. અનુરાગ ઠાકુર પોતે BCCIના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તમને જણાવી દઇએ કે જ્યારથી વિરાટને વન ડે કપ્તાનીમાંથી હટાવવામાં આવ્યો છે ત્યારથી અલગ અલગ નિવેદન સામે આવ્યા છે. ટી20 વર્લ્ડકપમાં ભારતની હાર થઇ અને તેણે કપ્તાની છોડી દીધી હતી પરંતુ તેનું એલાન કોહલી પહેલા જ કરી ચૂક્યો હતો મોટો વિવાદ ત્યારે સામે આવ્યો છે જ્યારે BCCIએ સાઉથ આફ્રીકા પ્રવાસ માટે ટેસ્ટ ટીમનું એલાન કર્યું. તેમાં વિરાટ કેપ્ટન હતો અને રોહીતને ઉપ કપ્તાન બનાવી દીધો હતો. તે વચ્ચે BCCIએ રોહીતને વન ડેનો કેપ્ટન પણ બનાવી દીધો હતો. આ વિવાદ વધારે ત્યારે વણસ્યો જ્યારે ઇજાના કારણે રોહીત શર્માને ટેસ્ટ સિરીઝથી બહાર થઇ જવું પડ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે મુંબઇમાં પ્રેક્ટિસ કરતી વખતે રોહીતને ઇજા થઇ છે અને તેને 3 અઠવાડીયા સુધી આરામ કરવાનો કહ્યો છે . ત્યારે અન્ય એક સમાચાર એવા પણ સામે આવી રહ્યાં છે કે વિરાટ કોહલી પણ વન ડે સિરીઝમાંથી આરામ લઇ શકે છે કારણકે તે પોતાના પરિવાર સાથે સમય વિતાવવા માંગે છે.

Next Story