Connect Gujarat
સ્પોર્ટ્સ

પાંચમા દિવસે ભારતના નામે ચાર મેડલઃ લૉન બોલ અને ટેબલ ટેનિસમાં ગોલ્ડ, વેઈટલિફ્ટર વિકાસ અને બેડમિન્ટન ટીમને સિલ્વર

ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધીમાં 13 મેડલ જીત્યા છે જેમાં પાંચ ગોલ્ડ, પાંચ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય

પાંચમા દિવસે ભારતના નામે ચાર મેડલઃ લૉન બોલ અને ટેબલ ટેનિસમાં ગોલ્ડ, વેઈટલિફ્ટર વિકાસ અને બેડમિન્ટન ટીમને સિલ્વર
X

ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધીમાં 13 મેડલ જીત્યા છે જેમાં પાંચ ગોલ્ડ, પાંચ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારતીય મહિલા ટીમે લોન બોલમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. તેણે ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. ટેબલ ટેનિસમાં મેન્સ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો છે. વિકાસ ઠાકુરે વેઈટલિફ્ટિંગમાં સિલ્વર જીત્યો હતો. આ સાથે જ ભારતીય બેડમિન્ટન ટીમને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો હતો.

ભારતના મેડલ વિજેતાઓ

5 ગોલ્ડ: મીરાબાઈ ચાનુ, જેરેમી લાલરિનુંગા, અંચિતા શ્યુલી, વિમેન્સ લૉન બોલ ટીમ, ટેબલ ટેનિસ મેન્સ ટીમ

5 સિલ્વર: સંકેત સરગરી, બિંદિયારાની દેવી, સુશીલા દેવી, વિકાસ ઠાકુર, ભારતીય બેડમિન્ટન ટીમ

3 બ્રોન્ઝ: ગુરુરાજા પૂજારી, વિજય કુમાર યાદવ, હરજિન્દર કૌર

મહિલા ડિસ્કસ થ્રોમાં ભારતે નિરાશ કર્યું હતું. સીમા પુનિયા ફાઇનલમાં પાંચમા સ્થાને રહી હતી. તેણે છ પ્રયાસોમાંથી બે પ્રયાસ ફાઉલ કર્યા હતા. પ્રથમ પ્રયાસમાં તેણે 52.28 મીટર દૂર ડિસ્કસ ફેંકી હતી. આ પછી બીજા પ્રયાસમાં તેણે 55.92 મીટર દૂર ડિસ્કસ ફેંકી. ત્રીજા પ્રયાસમાં સીમાએ 52.30 મીટર દૂર ડિસ્કસ ફેંકી હતી. ચોથા અને પાંચમા પ્રયાસમાં બાઉન્ડ્રી ફાઉલ થયા હતા. તેના છઠ્ઠા અને છેલ્લા પ્રયાસમાં સીમાએ 53.81 મીટર દૂર ડિસ્કસ ફેંકી હતી.

ભારતીય બેડમિન્ટન ટીમને મિક્સ્ડ ટીમ ઈવેન્ટની ફાઇનલમાં મલેશિયાના હાથે 3-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે ભારતીય બેડમિન્ટન ટીમનું સતત બીજી વખત કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતવાનું સપનું અધૂરું રહી ગયું. ભારતને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો. ભારતીય બેડમિન્ટન ટીમે 2018 ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ ફાઇનલમાં ભારતે મલેશિયાને હરાવ્યું હતું.

Next Story