Connect Gujarat
સ્પોર્ટ્સ

ક્રિકેટમાં પાકિસ્તાન માટે શરમજનક દિવસ : થયું એવું કે છેલ્લી ઘડીએ મેદાનમાં ન આવી ન્યૂઝીલેન્ડની ટીમ, પ્રવાસ રદ

ક્રિકેટમાં પાકિસ્તાન માટે શરમજનક દિવસ : થયું એવું કે છેલ્લી ઘડીએ મેદાનમાં ન આવી ન્યૂઝીલેન્ડની ટીમ, પ્રવાસ રદ
X

પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની વચ્ચે આજથી ત્રીજી મેચની વનડે સીરીઝની પહેલી મેચ રમાવવાની હતી. પરંતુ અમુક સુરક્ષાના કારણે ન્યૂઝીલેન્ડે પાકિસ્તાન પ્રવાસ રદ્દ કરી દીધો છે.

જણાવી દઈએ કે 18 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડેની ટીમ પાકિસ્તાન પ્રવાસ પર ગઈ હતી. આ સમયે ન્યૂઝીલેન્ડને ત્રીજી મેચની વન ડે સીરીઝ અને પાંચ મેચોની ટી2- સીરીઝ રમવાની હતી.

પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની વચ્ચે આજથી ત્રણ મેચોની વન ડે સીરીઝની શરૂઆત થવાની હતી પરંતુ સુરક્ષાના કારણે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે આખો પાકિસ્તાન પ્રવાસ રદ્દ કર્યો છે. ન્યૂઝીલેન્ડની ટીમ ત્રણ મેચની વન ડે અને પાંચ મેચની ટી 20 સીરીઝ માટે પાકિસ્તાન પ્રવાસ પર આવેલી છે.

જોકે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યું છે કે તે સીરીઝ બાદમાં રમવામાં આવશે અને હાલતેને સ્થગિત કરી દેવામાં આવી છે.

Next Story
Share it