Connect Gujarat
સ્પોર્ટ્સ

રાહુલ દ્રવિડે કર્યુ એવું કે કોચ બનવાની રેસમાંથી થઈ જશે બહાર! ટીમ ઈન્ડિયા સામે નવું સંકટ

રાહુલ દ્રવિડે કર્યુ એવું કે કોચ બનવાની રેસમાંથી થઈ જશે બહાર! ટીમ ઈન્ડિયા સામે નવું સંકટ
X

આ વર્ષે યોજાનારા ટી20 વર્લ્ડ કપ બાદ ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચમાં બદલાવ જોવા મળી શકે છે. કોચ તરીકે રવિ શાસ્ત્રીનો કાર્યકાળ સમાપ્ત થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રવિ ફરીથી કોના પદ માટે અપ્લાય નહી કરે પરંતુ હવે રાહુલ દ્રવિડ પણ ટીમ ઇન્ડિયાના કોચ પદની રેસમાંથી બહાર થતાં દેખાઇ રહ્યાં છે.

રવિ શાસ્ત્રીએ BCCIને સંકેત આપ્યા છે કે તે ટી 20 વર્લ્ડ કપ બાદ ટીમ ઇન્ડિયાના કોચ પદેથી અલગ થવા માંગે છે. એવું માનવામાં આવે છે કે નેશનલ ક્રિકેટ એકેડમીના ચીફ રાહુલ દ્રવિડ મુખ્ય તોચ તરીકે રવિ શાસ્ત્રીને રિપ્લેસ કરશે. તે સાથે જ નેશનલ ક્રિકેટ એકકેડમીના ચીફ માટે નવી ભરતી કરવા માટે દ્રવિડનું નામ સૌથી વધારે ચર્ચામાં છે. રાહુલ દ્રવિડે નેશનલ ક્રિકેટ એકેડમીના ડાયરેક્ટર બનવા માટે ફરીથી એપ્લીકેશન કરી દીધી છે.

NCAના ડાયરેક્ટર તરીકે રાહુલ દ્રવિડનો પહેલો કાર્યકાળ જલ્દી જ સમાપ્ત થવાનો છે. જો કે તે વાતની પૂરી સંભાવના છે કે રાહુલ જ NCAનો ડાયરેક્ટર રહેશે. રાહુલ દ્રવિડે હાલમાં જ શ્રીલંકા પ્રવાસ પર ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચની ભૂમિકા નિભાવી હતી. સીનિયર ખેલાડીઓ ન હોવા છતાં પણ દ્રવિડની કોચિંગમાં ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસમાં સીરીઝ પોતાના નામ કરવામાં સફળ રહી હતી. જે બાદ રાહુલ જ ઇન્ડિયાના કોચ હશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. ટીમ ઇન્ડિયાને ટી20 વર્લ્ડ કપ બાદ નવા કોચ મળશે. રાહુલ દ્રવિડ અને રવિ શાસ્ત્રી બંનેના નામ બહાર થઇ ગયા છે તો પ્રશ્ન છે કે ભારતીય ટીમનો નવો કોચ કોણ હશે?

Next Story