Connect Gujarat
સ્પોર્ટ્સ

દિગ્ગજ ક્રિકેટર રાશીદ ખાને ટ્વિટ કરી કહ્યું અમને મરવા માટે એકલા ન છોડો, વાંચો શું છે મામલો

દિગ્ગજ ક્રિકેટર રાશીદ ખાને ટ્વિટ કરી કહ્યું અમને મરવા માટે એકલા ન છોડો, વાંચો શું છે મામલો
X

ભયના માહોલ વચ્ચે દિગ્ગજ ક્રિકેટર રાશિદ ખાને દુનિયાભરના નેતાઓને અપીલ કરી છે. રાશિદે માર્મિક શબ્દોમાં ટ્વિટર પર લખ્યું કે અમને મરવા માટે ન છોડો. મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોથી અફઘાનિસ્તાનમાં તાલિબાન આતંકવાદીઓનો કહેર વધતો જઇ રહ્યો છે.

અફઘાનિસ્તાનના ઘણા શહેરો પર કબ્જો જમાવી લીધો છે અને લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળતા ડરી રહ્યાં છે. પોતાના દેશની પરિસ્થિતિ સુધારવા માટે ફેમસ ક્રિકેટર રાશિદ ખાને સોશ્યલ મિડીયાનો સહારો લીધો છે. રાશિદે ટ્વિટર પર લખ્યું કે, દુનિયાભરના પ્રિય નેતાઓ.. મારો દેશ સંકટમાં છે. હજારો લોકો મરી રહ્યાં છે. મહિલાઓ અને બાળકોને મોતને ઘાટ ઉતારવામાં આવી રહ્યાં છે. અમારા લોકો શહીદ થઇ રહ્યા છે. આગળ રાશિદે અફઘઆનિસ્તાનનો હાલ લખાણમાં ઉતાર્યું છે.

સ્પિનરે લખ્યું કે ઘર અને સંપત્તિઓને તબાહ કરવામાં આવી રહી છે. હજારો લોકો પોતાનું ઘર છોડીને જવા મજબૂર બન્યા છે. આવી હાલમાં પ્લીઝ અમને એકલા ન મૂકો, અફઘાનના લોકોની હત્યા અને અફઘાનિસ્તાનને બર્બાદ થવા પહેલા બચાવી લો, અમે શાંતિ ઇચ્છીએ છીએ. પોતાની ટ્વિટમાં રાશિદે અફઘાનિસ્તાનનો ધ્વજ પણ ઉપયોગમાં લીધો છે. સાથે જ હાથ જોડવાવાળું સિમ્બલ પણ યુઝ કર્યુ છે. દુનિયાભરમાં રાશિદના ફેન્સ છે અને IPLમાં તે સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમનો હિસ્સો છે.

Next Story