Connect Gujarat
સ્પોર્ટ્સ

એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપમાં રવિ દહિયાએ ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ

એશિયન કુસ્તી ચેમ્પિયનશીપમાં 57 કિગ્રાની કેટેગરીની ફાઈનલમાં કઝાકિસ્તાનના Kalzhan Rakhatને 12-2થી પરાજય આપીને ગોલ્ડ જીતી લીધો

એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપમાં રવિ દહિયાએ ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ
X

ભારતના ઓલિમ્પિક મેડાલીસ્ટ કુસ્તીબાજ રવિ દહિયાએ મોંગોલિયાની રાજધાની ઉલાનબતારમાં રમાઈ રહેલી એશિયન કુસ્તી ચેમ્પિયનશીપમાં 57 કિગ્રાની કેટેગરીની ફાઈનલમાં કઝાકિસ્તાનના Kalzhan Rakhatને 12-2થી પરાજય આપીને ગોલ્ડ જીતી લીધો હતો. આ પહેલા રવિ દહિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. રવિને ગત વર્ષે ટોક્યો ઓલિમ્પિકની ફાઇનલમાં રશિયન રેસલર જવુર યુગીવના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.

આ ગોલ્ડ મેડલની મેચ રશિયન ખેલાડીએ 7-4થી જીતી હતી. રવિ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારો બીજો ભારતીય પહેલવાન છે. રવિ ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચનારો બીજો ભારતીય પહેલવાન હતો. આ પહેલા સુશીલ કુમાર 2012માં ફાઇનલમાં પહોંચ્યો હતો. પણ તેઓ ફાઈનલમાં હારી ગયા હતા. તેણે 57 કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. રવિ દહિયાએ બુધવારે પુરુષોના 57 કિગ્રા વજન વર્ગની સેમિ ફાઇનલમાં કઝાખસ્તાનના નુરીસ્લમ સનાયેવને હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું.

Next Story