Connect Gujarat
સ્પોર્ટ્સ

ઇન્ડિયન ક્રિકેટ ટિમના કોચ તરીકે રવિ શાસ્ત્રીની વિદાય નિશ્વિત !

ઇન્ડિયન ક્રિકેટ ટિમના કોચ તરીકે રવિ શાસ્ત્રીની વિદાય નિશ્વિત !
X

ઈન્ડિયન ક્રિકેટમાં મોટાપાયે ફેરફાર થવાના સમાચાર સામે આવી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીની સફર પૂરી થઈ શકે છે. આ વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં આયોજિત T-20 વર્લ્ડ કપ પછી શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરુણ, ફિલ્ડિંગ કોચ આર શ્રીધર અને બેટિંગ કોચ વિક્રમ રાઠોડ ટીમ ઈન્ડિયા સાથે છેડો ફાડી શકે છે.

કારણ કે ઈન્ડિયન ટીમ છેલ્લા 4 વર્ષોથી એકપણ ICC ટાઇટલ જીતી શકી નથી. વળી, શાસ્ત્રીના કાર્યકાળમાં તો ઈન્ડિયન ટીમ એકપણ ICC ટાઇટલ જીતી શકી નથી.આ મુદ્દે BCCIએ રવિ શાસ્ત્રીને સૂચના પણ આપી દીધી છે. નવેમ્બરમા શાસ્ત્રી સહિત સંપૂર્ણ કોચિંગ સ્ટાફનો કાર્યકાળ સમ્પાત થઈ રહ્યો છે. એવામં ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે BCCI, T-20 વર્લ્ડ કપ પછી નવા કોચિંગ સ્ટાફની પસંદગી કરવા માગે છે, જેથી ઈન્ડિયન ક્રિકેટ નવી ઉંચાઈઓ આંબી શકે.

વર્ષ 2014મા પહેલી વાર રવિ શાસ્ત્રી ટીમ ઈન્ડિયા સાથે ડાયરેક્ટર તરીકે જોડાયા હતા. તે સમયે 2016મા એમનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ જતા શાસ્ત્રીને એક વર્ષ માટે ટીમ ઈન્ડિયાના કોચ તરીકે નિયુક્ત કરાયા હતા. ત્યારપછી અનિલ કુંબલેની નિવૃત્તિ બાદ રવિ શાસ્ત્રીને 2017મા ટીમ ઈન્ડિયાવા ફુલ ટાઇમ કોચ બન્યા હતા. એ સમયે શાસ્ત્રીનો કોન્ટ્રાક્ટ 2019 વર્લ્ડ કપ સુધીનો હતો.2019માં ઈન્ડિયન ટીમના સારા પ્રદર્શનને કારણે એમનો કોન્ટ્રાક્ટ રિન્યૂ કરીને 2020 T-20 વર્લ્ડ કપ સુધી લંબાવાયો હતો.

રાહુલ દ્રવિડનો NCA ચીફ તરીકે કોન્ટ્રાક્ટ પણ પૂરો થવા જઇ રહ્યો છે. બોર્ડે NCA ચીફ પદ માટે આવેદન માગ્યા છે. દ્વવિડને જુલાઈ 2019મા NCA ચીફ તરીકે નિયુક્ત કરાયા હતા. જો દ્વવિડ NCA ચીફ માટે ફરીથી આવેદન નહીં આપે તો તેમનું હેડ કોચ બનવું નિશ્ચિત છે.

ગત વર્ષે કોરોના મહામારીના કારણે T-20 વર્લ્ડ કપ સ્થગિત કરાયો હતો. મીડિયા રિપોર્ટ્સના આધારે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના ડિરેક્ટર રાહુલ દ્રવિડને ટીમના નવા હેડ કોચ તરીકે પંસદ કરી શકાય છે.

Next Story