Connect Gujarat
સ્પોર્ટ્સ

કેપ્ટન બન્યા પછી રવિન્દ્ર જાડેજાની પહેલી પ્રતિક્રિયા - ધોની ભાઈ છે તો ચિંતા નથી!

26 માર્ચે KKR સામેની શરૂઆતની મેચ પહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમની કમાન સોંપી છે.

કેપ્ટન બન્યા પછી રવિન્દ્ર જાડેજાની પહેલી પ્રતિક્રિયા - ધોની ભાઈ છે તો ચિંતા નથી!
X

26 માર્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામેની શરૂઆતની મેચ પહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમની કમાન સોંપી છે. 2008ની પ્રથમ સિઝનથી કેપ્ટન રહેલા ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈએ 4 વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે. જ્યારે કેપ્ટન તરીકે જાડેજાની આ પ્રથમ ટૂર્નામેન્ટ હશે. આ પહેલા તેણે ક્યારેય ટીમને સંભાળી નથી. જાડેજાએ કહ્યું છે કે જ્યાં સુધી માહી ભાઈ તેમની સાથે છે ત્યાં સુધી તેમને કોઈ વાતની ચિંતા નથી.

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના કેપ્ટન બન્યા પછી રવિન્દ્ર જાડેજાએ કહ્યું, 'હું ખૂબ જ સારું અનુભવી રહ્યો છું, પરંતુ સાથે જ મારે એક મોટા ખેલાડીની જગ્યા ભરવાની છે જે આસાન નહીં હોય. મને માહી ભાઈએ ચેન્નાઈ માટે બનાવેલ વારસાને આગળ ધપાવવાની તક મળી રહી છે. ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ 9 વખત આઈપીએલ સિઝનમાં ફાઇનલમાં પ્રવેશી હતી. જેમાં તેણે 4 વખત વિજેતાનો ખિતાબ જીત્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સના નવનિયુક્ત કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ કહ્યું, 'જો કે મારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તે હજુ પણ અમારી સાથે છે. મારા મનમાં જે પણ પ્રશ્નો ઊઠશે, હું તેમની પાસે જઈને પૂછીશ. તેથી મારે વધારે ચિંતા કરવાની જરૂર નથી. ઉપરાંત જાડેજાએ અભિનંદન બદલ તમામ ચાહકોનો આભાર માન્યો હતો.

Next Story