Connect Gujarat
સ્પોર્ટ્સ

'રોહિત શર્મા મારો કેપ્ટન નથી, વિરાટ કોહલીને ફરીથી કેપ્ટન બનાવો', ચાહકો પોસ્ટર લઈને બેંગ્લોર પહોંચ્યા

બેંગ્લોર સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા (Ind Vs Sl) વચ્ચે પિંક બોલ ટેસ્ટ રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં રહી હતી

રોહિત શર્મા મારો કેપ્ટન નથી, વિરાટ કોહલીને ફરીથી કેપ્ટન બનાવો, ચાહકો પોસ્ટર લઈને બેંગ્લોર પહોંચ્યા
X

બેંગ્લોર સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા (Ind Vs Sl) વચ્ચે પિંક બોલ ટેસ્ટ રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં રહી હતી અને શ્રીલંકાની ટીમ શ્વાસ લેતી જોવા મળી હતી. રોહિત શર્માના નેતૃત્વમાં ટી ઈન્ડિયાની આ પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ છે. બેંગ્લોર વિરાટ કોહલી માટે લગભગ હોમ ગ્રાઉન્ડ છે. તેથી તેને અહીં જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે. આ દરમિયાન રવિવારે બે બાળકો એક પોસ્ટર લઈને બેંગલુરુ સ્ટેડિયમ પહોંચ્યા. જેના પર લખ્યું હતું કે રોહિત શર્મા મારો કેપ્ટન નથી, વિરાટ કોહલીને ફરીથી કેપ્ટન બનાવો. આ તસવીર બાળકોના પિતાએ ટ્વીટ કરી હતી જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ હતી.

Next Story