Connect Gujarat
સ્પોર્ટ્સ

સ્મૃતિ માંધના બીજી વાર બની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર,ICCએ કરી જાહેરાત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ઓનપર ખેલાડી સ્મૃતિ માંધનાને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ તરફથી બહુમાન મળ્યું છે.

સ્મૃતિ માંધના બીજી વાર બની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર,ICCએ કરી જાહેરાત
X

ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ઓનપર ખેલાડી સ્મૃતિ માંધનાને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ તરફથી બહુમાન મળ્યું છે. ICCએ ચાલુ વર્ષના સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર તરીકે સ્મૃતિ માંધનાનું નામ જાહેર કર્યું છે. ICCએ સોમવારે નિવેદન જારી કરીને આ વાતની જાહેરાત કરી હતી. આ પહેલા 2018માં પણ સ્મૃતિને સર્વશ્રેષ્ઠ ક્રિકેટરનો ખિતાબ મળ્યો હતો. પુરુષ કેટેગેરીમાં આ વર્ષે કોઈ ભારતીય ખેલાડી આ પુરસ્કાર મેળવી શક્યો નથી. આ પહેલા 2018માં પણ ICCએ સ્મૃતિ માંધનાને સર્વશ્રેષ્ઠ ક્રિકેટર જાહેર કરી હતી અને હવે 2022માં બીજી વાર પણ સર્વશ્રેષ્ઠ ક્રિકેટર જાહેર કરાઈ છે તે ભારત માટે મોટા ગૌરવની વાત છે. ભારતીય ધુઆંધાર મહિલા ખેલાડી સ્મૃતિ માંધનાએ કુલ 22 ઈન્ટરનેશનલ મેચમાં 855 રન બનાવ્યાં હતા. તેણે એક સદી અને પાંચ અર્ધ સદી ફટકારી હતી. દક્ષિણ આફ્રિકા સામેની સીમિત ઓવરની મેચમાં ભારતે 8 મેચમાં ફક્ત બે મેચમાં જીત મેળવી હતી. મંધનાએ આ બન્ને મુકાબલમાં ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

Next Story