Connect Gujarat
સ્પોર્ટ્સ

વિરાટ કોહલીનો સાથ છૂટ્યો ! સાઉથ આફ્રિકાના સ્ટાર ક્રિકેટર એ.બી.ડિવિલિયર્સનો સંન્યાસ,IPLમાં નહીં રમે

એબી ડી વિલિયર્સે વર્ષ 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું, પરંતુ હવે આ દિગ્ગજ ખેલાડીએ ફ્રેન્ચાઈઝી

વિરાટ કોહલીનો સાથ છૂટ્યો ! સાઉથ આફ્રિકાના સ્ટાર ક્રિકેટર એ.બી.ડિવિલિયર્સનો સંન્યાસ,IPLમાં નહીં રમે
X

એબી ડી વિલિયર્સે વર્ષ 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું, પરંતુ હવે આ દિગ્ગજ ખેલાડીએ ફ્રેન્ચાઈઝી ક્રિકેટને પણ અલવિદા કહી દીધું છે. મતલબ કે હવે એબી ડી વિલિયર્સ ન તો આઈપીએલમાં રમશે અને ન તો તે બિગ બેશ, પીએસએલ કે અન્ય કોઈ લીગમાં રમતો જોવા મળશે. એબી ડી વિલિયર્સે સોશ્યલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી હતી. ડી વિલિયર્સે લખ્યું, 'મારી સફર શાનદાર રહી છે, હવે મેં ક્રિકેટમાંથી સંપૂર્ણપણે નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. મેં મારા ઘરની પાછળ મારા મોટા ભાઈઓ સાથે રમવાનું શરૂ કર્યું અને ત્યારથી લઈને આજ સુધી મેં આ રમતનો ખૂબ આનંદ લીધો છે. હવે 37 વર્ષની ઉંમરે, તે આગ એટલી ઝડપથી સળગી રહી નથી. એબી ડી વિલિયર્સે સોશ્યલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી હતી. ડી વિલિયર્સે લખ્યું, 'મારી સફર શાનદાર રહી છે, હવે મેં ક્રિકેટમાંથી સંપૂર્ણપણે નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. મેં મારા ઘરની પાછળ મારા મોટા ભાઈઓ સાથે રમવાનું શરૂ કર્યું અને ત્યારથી લઈને આજ સુધી મેં આ રમતનો ખૂબ આનંદ લીધો છે. હવે 37 વર્ષની ઉંમરે, તે આગ એટલી ઝડપથી સળગી રહી નથી.તમને જણાવી દઈએ કે એબી ડી વિલિયર્સે પોતાની આખી T20 કારકિર્દીમાં 9424 રન બનાવ્યા છે.340 T20 મેચોમાં તેની બેટિંગ એવરેજ 37.24 હતી જે ખરેખર પ્રશંસનીય છે. મિસ્ટર 360 ડિગ્રી તરીકે જાણીતા ડી વિલિયર્સે તેની ટી20 કારકિર્દીમાં 436 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે તેણે 230 કેચ પણ લીધા હતા.

Next Story