Connect Gujarat
સ્પોર્ટ્સ

T20 વર્લ્ડ કપ : સ્કોટલેન્ડ સામેની મેચમાં ભારતે 8 વિકેટથી મેળવી ભવ્ય જીત, કે.એલ રાહુલે 18 બોલમાં ફટકાર્યા 50 રન

સ્કોટલેંડ સામે ભારતે ભવ્ય વિજય મેળવ્યો છે. માત્ર 18 બોલમાં 50 રન પૂરા કરનારા કે.એલ રાહુલ અને રોહિત શર્માની આક્રમક બેટિંગનાં કારણે ભારતે માત્ર 6 ઓવરમાં 86 રનનો ટાર્ગેટ ત ચેઝ કરી લીધો હતો.

T20 વર્લ્ડ કપ : સ્કોટલેન્ડ સામેની મેચમાં ભારતે 8 વિકેટથી મેળવી ભવ્ય જીત, કે.એલ રાહુલે 18 બોલમાં ફટકાર્યા 50 રન
X

સ્કોટલેંડ સામે ભારતે ભવ્ય વિજય મેળવ્યો છે. માત્ર 18 બોલમાં 50 રન પૂરા કરનારા કે.એલ રાહુલ અને રોહિત શર્માની આક્રમક બેટિંગનાં કારણે ભારતે માત્ર 6 ઓવરમાં 86 રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.

રોહિતનાં સ્ફોટક એવા 30 રન બાદ, કોહલી માત્ર ઔપચારિકતા પૂર્ણ કરવા મેદાનમાં આવ્યો હતો. રાહુલના આઉટ થયાં બાદ સૂર્યકુમાર યાદવ મેદાનમાં આવ્યો હતો. આ વખતે સ્કોર હતો 6 ઓવર પૂર્ણ કરી 83 રન થયા હતા.

યાદવે સિક્સર ફટકારી ભારતને જીત અપાવી હતી. વિરાટ કોહલીએ આજે તેમના 33 માં જન્મદિવસે ભારતને ટોસ સાથે વિજય અને વિજય સાથે મોટા રનરેટની પણ રીટર્ન ગિફ્ટ આપી છે.

સ્કોટલેંડ ટીમે શરુઆતના 5 ઓવરમાં લગભગ 25 રન ખડકી દીધા હતા.પરંતુ ત્યાર પછી ટીમે ધબડકો શરુ કર્યો હતો. બુમ્રાહ, શમી અને જાડેજાએ સંજો રીલાર ફેરવવાનું શરુ કર્યું હતું. રવીન્દ્ર જાડેજાએ પોતાના 4 ઓવર્સના સ્પેલ માં માત્ર 15 રન આપી 3 વિકેટ ખેડવી હતી. તો મહોમ્મદ સામીએ પણ માત્ર 3 ઓવર્સમાં 15 રન આપી 3 વિકેટ ચટકાવી હતી.સ્કોટલેંડ ટીમે 20 ઓવર્સમાં 85 રન બનાવી ભારતીય ટીમને જીત માટે 86 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

સ્કોટલેંડનાં ઓપનર જયોજ મુન્સી એ શરૂઆત ભારે આક્રમક કરી હતી.મુન્સીએ 4 ચોક્કા અને 1 છગ્ગા સાથે માત્ર 19 બોલમાં આક્રમક 24 રન ફટકાર્યા હતા. શમીએ મુન્સીની વિકેટ ખેડવતા જ ભારતીય ટીમે રાહતનો શ્વાસ લીધો હતો.ત્યાર બાદ, કેલમ મેકલીઓડ અને માઈકલ લિસક અનુક્રમે 16 અને 21 રન બનાવી શક્યા હતા.

Next Story