Connect Gujarat

ટી-20 વિશ્વકપનું શિડ્યુલ જાહેર,24 ઓકટોબરે ભારત-પાક.વચ્ચે મુકાબલો

ટી-20 વિશ્વકપનું શિડ્યુલ જાહેર,24 ઓકટોબરે ભારત-પાક.વચ્ચે મુકાબલો
X

આંતરરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ તરફથી ટી-20 વિશ્વકપ મુલાબલા માટે શિડ્યૂલ જાહેર કરી દેવામાં આવ્યું છે. ICC પુરુષ ટી-20 વિશ્વ કપ 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર વચ્ચે ઓમાન અને યૂએઈમાં રમાશે. ભારત 24 ઓક્ટોબરના રોજ પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમશે. પ્રથમ રાઉન્ડમાં આઠ ટીમ સુપર 12માં સ્થાન મેળવવા માટે રમશે. આયરલેન્ડ, નેધલેન્ડ, શ્રીલંકા અને નામ્બિયાને ગ્રુપ-એમાં રાખવામાં આવ્યા છે. જ્યારે ગ્રુપ-બીમાં ઓમાન, પીએનજી, સ્કૉટલેન્ડ અને બાંગ્લાદેશની ટીમ છે.

દર ગ્રુપની શીર્ષ બે ટીમ જ બીજા રાઉન્ડમાં પ્રવેશ કરશે. સુપર 12 મુકાબલો 23 ઓક્ટોબરથી શરૂ થશે. આ પહેલા 17 ઓક્ટોબરથી પ્રથમ રાઉન્ડ રમવામાં આવશે.સુપર 12ના ગ્રુપ-1માં વેસ્ટઇન્ડીઝ, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા ઉપરાંત પ્રથમ રાઉન્ડમાં ગ્રુપ એની વિજેતા ટીમ અને ગ્રુપ બીની રનર અપ ટીમ હશે. જ્યારે ગ્રુપ 2માં ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન ઉપરાંત પ્રથમ રાઉન્ડની ગ્રુપ બીની વિજેતા ટીમ અને ગ્રુપ એની રનર અપ ટીમ હશે.

આ આયોજન પહેલા ભારતમાં થવાનું હતું. જોકે, થોડા મહિલા પહેલા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021માં થયેલા વિલંબને પગલે સ્થળ બદલવાની ફરજ પડી હતી. જોકે, હાલ ભારતમાં કોવિડની સ્થિતિ ખૂબ નિયંત્રણમાં છે. જોકે, સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેરની આશંકા જતાવવામાં આવી છે. ટી-20 વિશ્વ કપ આ જ સમયે આવવાનો છે. આથી ભારતમાં યજમાનનો નિર્ણય ખૂબ જોખમભર્યો માનવામાં આવ્યો હતો.

Next Story
Share it