Connect Gujarat
સ્પોર્ટ્સ

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તામિલનાડું ત્રીજી વખત ચેમ્પિયન બન્યું,શાહરૂખ ખાને લાસ્ટ બોલ પર સિક્સ ફટકારી અપાવી જીત

નામ તો સુના હી હોગા' અત્યારે આ ડાયલોગ આખા તમિલનાડુમાં ગુંજી રહ્યો હશે.કારણ કે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ફાઇનલ મેચમાં શાહરુખ ખાને છેલ્લા બોલ પર સિક્સ મારી તમિલનાડુને મેચ જીતાડી

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તામિલનાડું ત્રીજી વખત ચેમ્પિયન બન્યું,શાહરૂખ ખાને લાસ્ટ બોલ પર સિક્સ ફટકારી અપાવી જીત
X

'નામ તો સુના હી હોગા' અત્યારે આ ડાયલોગ આખા તમિલનાડુમાં ગુંજી રહ્યો હશે.કારણ કે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ફાઇનલ મેચમાં શાહરુખ ખાને છેલ્લા બોલ પર સિક્સ મારી તમિલનાડુને મેચ જીતાડી દીધી છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં તમિલનાડુ અને કર્નાટક વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં રસાકસી ભર્યા જંગ બાદ તમિલનાડુએ મેચ જીતી ત્રીજી વાર આ ટૂર્નામેન્ટ પોતાને નામ કરી છે. આ મેચમાં શાહરુખ ખાને 15 બોલમાં 33 રનની મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. તમિલનાડુએ ફાઇનલમાં શાનદાર જીત સાથે ત્રીજી વાર આ ખિતાબ જીત્યો છે. આની પહેલા તમિલનાડુએ 2006/07 અને 2020/21નો ખિતાબ જીત્યો છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2021ની ફાઇનલ મેચ તમિલનાડુ અને કર્નાટક વચ્ચે રમાઈ હતી.

જેમાં તમિલનાડુએ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન કર્ણાટક 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 151 રનનો સ્કોર દાખવી શકી હતી. કર્ણાટકની ટીમ તરફથી અભિનવ મનોહરે 46 રન અને પ્રવીણ દુબે 33 રનની ઈનિંગ રમી હતી. જ્યારે તમિલનાડુના સાઈ કિશોરે 4 ઓવરમાં 12 રન આપી 3 મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી.152 રનનો ટાર્ગેટ ડિફેન્ડ કરતા કર્ણાટકના બોલર્સે શાનદાર પ્રદર્શન દાખવ્યું હતું. આ ટીમના કે.સી.કરિઅપ્પાએ 4 ઓવરમાં 23 રન આપી 2 વિકેટ લીધી હતી. જ્યારે પ્રતીક જૈન, વિદ્યાધર પાટિલ, કરુણ નાયરે 1-1 વિકેટ લીધી હતી. જેના પરિણામે છેલ્લા બોલ સુધી જાણે તમિલનાડુ આ ગેમ હારી ગઈ હોય તેમ લાગી રહ્યું હતું. પરંતુ શાહરુખ ખાને છેલ્લા બોલ પર સિક્સ મારીને તમિલનાડુને 4 વિકેટથી મેચની સાથે ખિતાબ પણ જીતાડ્યો હતો.

Next Story