Connect Gujarat
સ્પોર્ટ્સ

ઓમિક્રોનનાં ખતરાં અને કેપ્ટન્સીનાં વિવાદો વચ્ચે ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા પ્રવાસે રવાના

વિરાટે કહ્યું છે કે અમે આ વખતે કંઈક ખાસ લઈને પાછા ફરીશું.

ઓમિક્રોનનાં ખતરાં અને કેપ્ટન્સીનાં વિવાદો વચ્ચે ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા પ્રવાસે રવાના
X

વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા આજે મુંબઈથી જોહાનિસબર્ગ માટે ઉડાન ભરી હતી. મહત્વનું છે કે, આ ફોટામાં તમામ ખેલાડીઓ એકદમ ખુશ દેખાઈ રહ્યાં હતાં.વિરાટની આગેવાની હેઠળની ટીમ ઇન્ડિયા સાઉથ આફ્રિકામાં આઠમી શ્રેણી રમશે અને અહીં જીતના દુષ્કાળનો અંત લાવવા નું વિચારશે. વિરાટે પ્રવાસ માટે રવાના થયા પહેલા હુંકાર ભરી છે અને કહ્યું છે કે અમે આ વખતે કંઈક ખાસ લઈને પાછા ફરીશું. દક્ષિણ આફ્રિકામાં કોવીડ-19ના ઓમિક્રોન વેરિયન્ટના ખતરા વચ્ચે ઈન્ડિયન ક્રિકેટ ટીમને જોહાનિસબર્ગમાં ક્વોરેન્ટાઈનના કડક નિયમો અને પ્રતિબંધોમાંથી પસાર થવું પડશે. એક રિપોર્ટ અનુસાર ટીમ માત્ર એક જ દિવસ એકલતામાં વિતાવી શકશે. આ દરમિયાન ત્રણ વખત તેઓની તપાસ કરવામાં આવશે અને ત્યાર બાદ જ ખેલાડીઓ અને સ્ટાફને બાયો સિક્યોર વાતાવરણમાં લઈવાશે. ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયા જોહાનિસબર્ગમાં 26 ડિસેમ્બરથી ત્રણ ક્રિકેટ મેચોની ટેસ્ટ સિરીઝ રમશે. જેમાં બંને ટીમોની પહેલી મેચ સેન્ચુરિયનમાં રમાશે ત્યાર બાદ બીજી અને ત્રીજી મેચ ક્રમશઃ જોહાનિસબર્ગમાં અને કેપટાઉનમાં 3 થી 11 જાન્યુઆરીની વચ્ચે રમાશે

Next Story