Connect Gujarat
સ્પોર્ટ્સ

ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા-આફ્રિકા સામે રમશે સિરીઝ, BCCIએ જાહેર કર્યું શેડ્યૂલ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજાનારી ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામેની ઘરઆંગણાની સીરિઝનું શેડ્યૂલ જાહેર કર્યું છે.

ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા-આફ્રિકા સામે રમશે સિરીઝ, BCCIએ જાહેર કર્યું શેડ્યૂલ
X

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજાનારી ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામેની ઘરઆંગણાની સીરિઝનું શેડ્યૂલ જાહેર કર્યું છે. ભારતે ઓસ્ટ્રેલિયા સામે 3 મેચની T20 શ્રેણી રમવાની છે. તે જ સમયે 3 ટી-20 સિવાય, દક્ષિણ આફ્રિકા સામે ત્રણ વનડેનું આયોજન થવાનું છે.

BCCIની પ્રેસ રિલીઝ અનુસાર, ભારત ઓસ્ટ્રેલિયા સામે મોહાલી (20 સપ્ટેમ્બર), નાગપુર (23 સપ્ટેમ્બર) અને હૈદરાબાદ (25 સપ્ટેમ્બર)માં રમશે. ત્યારબાદ પ્રથમ T20 મેચ તિરુવનંતપુરમ (28 સપ્ટેમ્બર)માં દક્ષિણ આફ્રિકા સામે રમાશે. તે જ સમયે, ગાંધી જયંતિના અવસર પર, ગુવાહાટી (2 ઓક્ટોબર) અને ઈન્દોર (4 ઓક્ટોબર)માં બીજી અને છેલ્લી T20 મેચનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ ભારત દક્ષિણ આફ્રિકા સામે લખનૌ (6 ઓક્ટોબર), રાંચી (9 ઓક્ટોબર) અને દિલ્હી (11 ઓક્ટોબર)માં 3 વનડે રમશે.

T20 વર્લ્ડ કપનો ભાગ બનશે તેવા ભારતીય ખેલાડીઓ ODI શ્રેણીમાં સામેલ થવાની સંભાવના નથી કારણ કે તેઓ વર્લ્ડ કપની તૈયારી માટે ઓસ્ટ્રેલિયા જશે. આવી સ્થિતિમાં દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં ભારતની સેકન્ડ ક્લાસ ટીમ મેદાનમાં ઉતરી શકે છે. ટી-20 વર્લ્ડ કપનો સુપર-12 સ્ટેજ 22 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે, જેમાં ભારત પોતાની મેચ પાકિસ્તાન સામે રમશે. મેલબોર્નમાં 23 ઓક્ટોબરે અભિયાન શરૂ કરશે.

Next Story
Share it