Connect Gujarat
સ્પોર્ટ્સ

ટીમ ઇન્ડિયાની દરિયાદિલી: સારી પીચ બનાવવા માટે ગ્રાઉન્ડમેન અને પીચ ક્યૂરેટરને 35 હજાર રુપિયાનું ઈનામ આપ્યું

ટીમ ઈન્ડિયાના નવા કોચ રાહુલ દ્રવિડે કાનપુર ટેસ્ટ મેચ દરમિયાન પીચ ક્યુરેટર અને ગ્રાઉન્ડ્સમેનને સારી પીચ બનાવવા બદલ 35 હજાર રૂપિયા આપ્યા હતા.

ટીમ ઇન્ડિયાની દરિયાદિલી: સારી પીચ બનાવવા માટે ગ્રાઉન્ડમેન અને પીચ ક્યૂરેટરને 35 હજાર રુપિયાનું ઈનામ આપ્યું
X

ટીમ ઈન્ડિયાના નવા કોચ રાહુલ દ્રવિડે કાનપુર ટેસ્ટ મેચ દરમિયાન પીચ ક્યુરેટર અને ગ્રાઉન્ડ્સમેનને સારી પીચ બનાવવા બદલ 35 હજાર રૂપિયા આપ્યા હતા. હવે મુંબઈ ટેસ્ટમાં ઐતિહાસિક જીત બાદ કોહલીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ આ પરંપરાને આગળ વધારી છે. વાનખેડે ટેસ્ટ મેચમાં શાનદાર જીત નોંધાવ્યા બાદ ભારતીય ટીમે પીચ ક્યુરેટર અને ગ્રાઉન્ડસમેનને 35 હજાર રૂપિયાની આર્થિક મદદ કરી. કાનપુર ટેસ્ટ મેચ પાંચ દિવસ સુધી ચાલી હતી. સાથે જ મુંબઈ ટેસ્ટ પણ ચાર દિવસ સુધી ચાલી હતી. જે દિવસે ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડ કેપ્ટન રહાણે સાથે ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં વિકેટ જોવા પહોંચ્યા હતા ત્યારે તેણે વિકેટને લઈને સવાલો ઉઠાવ્યા હતા. તેમણે BCCI અને સ્થાનિક ક્યુરેટરને પીચ પર કામ કરવા કહ્યું હતું.જ્યારે ટેસ્ટ મેચ પાંચ દિવસ સુધી ચાલતી હતી ત્યારે દ્રવિડે પીચ ક્યુરેટર શિવ કુમાર અને તેમની ટીમને 35,000 રૂપિયાનું ઈનામ આપ્યું હતું.

Next Story