Connect Gujarat
સ્પોર્ટ્સ

66 વર્ષીય પૂર્વ ક્રિકેટરે કર્યા 28 વર્ષ નાની યુવતી સાથે લગ્ન

ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર 66 વર્ષીય અરુણ લાલે પોતાના થી 28 વર્ષ નાની ઉંમરની બુલબુલ સાથે લગ્ન કરી લીધા છે.

66 વર્ષીય પૂર્વ ક્રિકેટરે કર્યા 28 વર્ષ નાની યુવતી સાથે લગ્ન
X

ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર 66 વર્ષીય અરુણ લાલે પોતાના થી 28 વર્ષ નાની ઉંમરની બુલબુલ સાથે લગ્ન કરી લીધા છે. તમને જણાવી દઈએ કે આ તેમના બીજા લગ્ન છે. તેવામાં અત્યારે આ બંને કપલ ની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. આનું આયોજન કોલકાતાની એક હોટલમાં કરવામાં આવ્યું હતું જેમાં ઘણા પૂર્વ ક્રિકેટર સામેલ થયા હતા

આ સેરેમનીમાં અરુણ લાલ ભારે ઉત્સાહમાં સેલિબ્રેશન કરતા જોવા મળ્યા હતા. સેરેમની દરમિયાન તેમની પત્ની સાથે કિસ કરતી તસવીર પણ વાયરલ થઈ રહી છે. આની સાથે જ બંને કેક કાપી સેલિબ્રેશન કર્યું હતું અરુણ લાલની પત્ની બુલબુલ એક સ્કૂલ ટીચર છે, જે અત્યારે પણ ત્યાં નોકરી કરે છે. બુલબુલને રસોઈ બનાવવાનો શોખ પણ છે, તેણે 2019માં એક કુકિંગ પ્રતિયોગિતામાં પણ ભાગ લીધો હતો. ભારત માટે ઓપનિંગ કરનારા 66 વર્ષીય અરુણ લાલના આ બીજા લગ્ન છે. તેમની પહેલી પત્ની રીના સાથે ડિવોર્સ પછી બુલબુલ સાથે લગ્ન કર્યા છે. જોકે રીનાની તબિયત અત્યારે ખરાબ છે તેવામાં અરુણલાલે પહેલી પત્ની ની અનુમતિ લીધા પછી જ બીજા લગ્ન કર્યા છે.

Next Story