Connect Gujarat
સ્પોર્ટ્સ

એશિયા કપના કાર્યક્રમની જાહેરાત,ભારત પાકિસ્તાન વચ્ચે થશે ટક્કર

આ વખતે આ ટુર્નામેન્ટ ટી-20 ફોર્મેટમાં રમાશે અને તેના માટે ક્વોલિફાયર્સ 20 ઓગસ્ટ, 2022થી રમાશે

એશિયા કપના કાર્યક્રમની જાહેરાત,ભારત પાકિસ્તાન વચ્ચે થશે ટક્કર
X

એશિયા કપનું આયોજન શ્રીલંકામાં 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર દરમિયાન થશે. આવી સ્થિતિમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટકરાવ થવાનો છે. આ વખતે આ ટુર્નામેન્ટ ટી-20 ફોર્મેટમાં રમાશે અને તેના માટે ક્વોલિફાયર્સ 20 ઓગસ્ટ, 2022થી રમાશે. ટીમ ઈન્ડિયા એશિયા કપ ઈતિહાસની સૌથી સફળ ટીમ છે. આ ટુર્નામેન્ટ સૌપ્રથમ વખત 1984માં યોજાઈ હતી, ત્યાર બાદ ભારત સાત વખત ટાઈટલ જીતી ચૂક્યું છે.

ભારતીય ટીમ 1984, 1988, 1990-91, 1995, 2010, 2016 અને 2018માં ચેમ્પિયન રહી ચૂકી છે.શ્રીલંકા પાંચ ટાઇટલ જીતવાની સાથે બીજા ક્રમે છે. શ્રીલંકાએ 1986, 1997, 2004, 2008 અને 2014માં આ ખિતાબ જીત્યો હતો. એશિયા કપના ઇતિહાસમાં શ્રીલંકાએ સૌથી વધુ 14 વખત ભાગ લીધો છે. તે પછી ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશનો નંબર આવે છે જેઓ 13 વખત ટૂર્નામેન્ટ રમી ચૂક્યા છે. એશિયા કપ 2022માં છ ટીમો હશે, જેમાં ભારત, શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને એક ક્વોલિફાયર સામેલ છે. ક્વોલિફાયર્સમાં યુએઈ, કુવૈત, સિંગાપોર અને હોંગ કોંગ વચ્ચે મુકાબલો ખેલાશે.

Next Story